ઇરાન- ઇરાક યુધ્ધમાં ભારતને સીધો કોઇ સબંધ નહોતો.ભારતની ધરતીનો યુધ્ધમાં ઉપયોગ થવાનો નહોતો.પરંતુ ખાસ કરીને ભારતના ઓઇલ ટ્રેડને મોટામાં મોટી અસર થતી હોવાથી આ યુધ્ધના ભાવિ અંગે ભારતને ચિંતા હતી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના અણુમથકો ઉપર બંકર બોમ્બ ફોડી ઇરાનને 24 કલાકમાં સીઝફાયર માટે ઘુંટણીયે પાડી દીધુ છે.
શરૂઆતની આનાકાની બાદ ઇઝરાયલ-ઇરાન શસ્ત્ર વિરામ માટે તૈયાર થઇ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે ભારત પાકિસ્તાન યુધ્ધ વિરામ વખતે ક્રેડિટ લીધી હતી તેમ ટવીટ ક્રેડિટ લીધી છે.
ભારતમાં મંગળવારની સવારે ડોનાલ્ડ ટ્રમ્પનું ટવીટ આવ્યા બાદ જ દુનિયાને જાણ થઇ હતી કે ઇઝરાયલ-ઇરાન વચ્ચે શસ્ત્ર વિરામ થઇ રહયો છે. ઇરાનની શરૂઆતની આનાકાની બાદ બંને દેશોએ શસ્ત્ર વિરામની જાહેરાત કરી દીધી છે.
આ શસ્ત્ર વિરામમાં અમેરિકાનો બંકર બસ્ટર બોમ્બ મોટી ભુમિકા ભજવી ગયો છે. પરંતુ ભારત માટે હવે એક ચિંતાજનક સમાચાર છે. અમેરિકા ભારત ઉપર હવે ઇકોનોમિક બંકર બસ્ટર બોમ્બ ફોડવા જઇ રહયુ છે.
અમેરિકાની સંસદમાં એક બીલ મૂકાયુ છે. જેમાં બે સાંસદોએ રશિયા ઉપર અમેરિકી સેન્કસન હોવા છતાં વેપાર કરતાં દેશો ઉપર 500 ટકા ટ્રેડ ટેરીફ લાદવાની દરખાસ્ત કરી છે.
આ દરખાસ્તનો અર્થ એ થાય કે ભારત -ચીન સહિત કેટલાંક દેશો રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે. આથી ભારત ઉપર અમેરિકા 500 ટકા ટ્રેડ ટેરીફ લાદે. જો આ ટ્રેડ ટેરીફ ભારત ઉપર લાદવામાં આવે તો ભારતની અમેરિકામાં થતી નિકાસ બંધ થઇ જાય.2024ના એક વર્ષમાં જ ભારતે અમેરિકામાં 87.4 બિલિયન અંદાજે 870 કરોડથી વધુનો નિકાસ વેપાર થયો છે.
આ બીલની વધુ વિગત જાણીએ તો અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે જણાવ્યુ છે કે, રશિયા સેન્કસન બીલ ઇકોનોમિક બન્કર બોમ્બ બની રહેશે. ગત રરમી તારીખે એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં લિન્ડસેએ કહયુ હતું કે, તેમની સાથે અમેરિકિ સેનેટના 84 સેનેટર છે. જે રશિયા,ચીન,ભારત સામે ઇકોનોમીક સેન્કસનનો અમલ કરવા માટે બીલ મુકી ચુકયા છે.
તેમણે એવો વિશ્વાસ પણ વ્યકત કર્યો છે કે, આ બીલ અમેરિકી સેનેટમાં તેના નિયત સમયે પસાર થઇ જશે. સેન્કસનીંગ રશિયન એકટ 2025 બીલ એપ્રિલ મહિનામા મુકાયુ છે. આ બિલની દરખાસ્તમાં જણાવાયુ છે કે, જે દેશ રશિયા પાસેથી એનર્જી(ઓઇલ-ગેસ) ખરીદે તેની સામે 500 ટકા ટ્રેડ ટેરીફ અમેરિકાને લાદવાના રહેશે.
કારણ કે રશિયા-યુક્રેન સાથે યુધ્ધ કરી રહયુ છે. રશિયા-યુક્રેન યુધ્ધ અટકાવવા (ખાસ કરીને યુક્રેનની તરફેણમાં) આ બીલ મુકાયુ છે. જેને અમેરિકિ પોલિટિકલ સર્કલમાં યુક્રેન ફર્સ્ટ પોલીસી કહેવાય છે.
હવે આ બીલને ભારતે કઇ રીતે લેવું જોઇએ તેના કેટલાંક નિર્દેશો જોઇએ. સૌ પ્રથમ તો ભારત રશિયા પાસેથી અમેરીકી ટ્રેડ સેન્કસનની ઐસી તૈસી કરીને ઓઇલ ખરીદે છે. ચીન પણ ખરીદે છે.
ભારત બે વર્ષમાં રશિયા પાસેથી અંદાજે 65 બિલિયન ડોલરનું ઓઇલ ખરીદી ચુકયુ છે. ચીન 250 બિલિયન ડોલરનું ઓઇલ રશિયા પાસેથી ખરીદે છે. ચીન પાસે અમેરિકા સાથે બાર્ગેઇન કરવા માટે અન્ય પ્રેસર પોઇન્ટ છે. ભારત પાસે ચીનની તુલનાએ મર્યાદિત પ્રેસર પોઇન્ટ છે.
અમેરિકન સાંસદો ભારત અને ચીનને માટે ઇકોનોમિક બંકર બોમ્બ સમાન બીલ શા માટે લાવવા માંગે છે એ સવાલ થાય. તો તેનો જવાબ એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેનની લડાઇ ચાલે છે. અમેરિકી સેનેટરો યુક્રેઇન બાજુ છે.
તેમને રશિયાને ઝૂકાવવામાં સફળતા નથી મળતી. રશિયા આજે આર્થિક રીતે ટટ્ટાર છે તો તેના પાછળ ચીન અને ભારત તરફથી અબજો ડોલરના ઓઇલની ખરીદી મહત્વનું કારણ છે. યુધ્ધના સમય રશિયા માટે ખુબ જ મદદરૂપ આ ખરીદી છે.
ભારત ચીનનું આ સ્ટેન્ડ અમેરિકા માટે ટ્રેડ સેન્કશનનું લિકેજ છે. અમેરિકા ટ્રેડ સેન્કસન લગાવે અને તેનો ખુલ્લેઆમ ભંગ કરવો એટેલે અમેરિકાની સુપ્રિમસીને લલકારવા સમાન છે તેવી અમેરિકી માનસિકતા છે. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો શસ્ત્ર વિરામ અમેરિકાએ કરાવ્યો હોવાનો સહુ પ્રથમ દાવો ટ્રમ્પે કર્યો હતો.
તાજેતરમાં ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ફાટી નિકળેલા સ્ક્રિપ્ટેડ વોર કહેવાતા યુધ્ધનો માત્ર આઠ દિવસમાં જ અંત લાવવાની ક્રેડિટ અમેરિકાને એટલે કે ટ્રમ્પને મળી છે હવે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુધ્ધ અટકાવી શકે તો ટ્રમ્પ વિશ્વશાંતિના મસિહા તરીકે પોતાની જાતને રજુ કરી શકે. સાથે સાથે ટ્રમ્પનું જે સપનું છે તે નોબલ પ્રાઇઝ(વૈશ્વિક શાંતિનો પુરસ્કાર ) પણ ટ્રમ્પને મળી શકે છે.
જો કે ભારતના દ્રષ્ટિકોણથી જોઇએ તો ભારત માટે ઇકોનોમીક બંકર બોમ્બના નામે ઓળખાતું આ અમેરીકી બીલ અમલમાં આવે તો મોટો પડકાર ઉભો થાય તેમ છે. ભારતના સબંધો હાલ અમેરિકા સાથે એટલા ઉષ્માસભર નથી જણાતાં કે આ બીલ રોકાવી શકે. અથવામાં ભારતને તેમાંથી બાકાત રખાવી શકે.ઓફ કોર્સ ભારતે અમેરિકાના મિત્ર રાષ્ટ્ર ઇઝરાયલને તાજેતરની વોરમાં ખુબ મદદ કરી હશે.
ભારત અને ઇઝરાયલના સબંધ મિત્ર દેશોના છે પરંતુ ઇઝરાયલ સાથે સારા સબંધ હોવાથી ઇઝરાયલ પેપરવેઇટ દેશની ભુમિકા નિભાવી શકે તેવો ભ્રમ પાળવો જોખમી છે. અમેરિકન પોલિટિકલ લોબીમાં થતી ચર્ચા મુજબ ટ્રમ્પ આ બીલ પસાર થાય તે માટે ખાસ ઉત્સાહી નથી. કારણ કે બીલના અમલમાં કોઇ ફેરફાર ન કરી શકાય.
મતલબ કે ટ્રમ્પ પાવરલેસ થઇ જાય. તેમને કોઇ દેશ ઉપર આ બીલનો અમલ ન કરવો હોય તો તેને અપવાદ ન મળી શકે. મતલબ કે ટ્રમ્પ અમેરિકી સેનેટનના નિયંત્રણમાં રહે. જે ટ્રમ્પના સ્વભાવને અનુકુળ હોય તેમ નથી લાગતું. પ્રેસિડેન્ટ તરીકે ટ્રમ્પ પોતાની લાર્જર ધેન લાઇફ ઇમેજને નુકસાન પહોંચે તેવું ઇચ્છતા નથી.
જો કે ભારત માટે ટ્રમ્પ પને કોઇ કુણી લાગણી નથી. તાજેતરમાં જ પહેલગામ હુમલાના મુખ્ય કાવતરાંખોર પાકિસ્તાનના લશ્કરી વડાને ટ્રમ્પે અમેરિકાના ઓફિસિયલ ગેસ્ટ તરીકે બોલાવી તેમનું સન્માન કર્યુ હતું.
એટલુ જ નહિ તેમને ભોજન માટે પણ બોલાવ્યા હતાં. ભારત ઉપર હુમલો કરનારા દેશને ટ્રમ્પ જે આગતાં સ્વાગતાં કરે છે એ જોતાં ભારતે પાણી પહેલાં પાળ બાંધવી પડશે.