
અત્રે એક કાર ખાઇમાં ખાબકતા ચાર લોકોના મોત થયા છે. આજે સવારે આ અકસ્માતની ઘટના બની હતી. એનડીઆરએફ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રેસ્કયુ અભિયાન ચલાવ્યું હતું. કાર દુર્ઘટનાગ્રસ્ત બની 300 મીટર ઉંડી ખાઇમાં ખાબકી હતી. કારમાં ચાર વ્યકિત સવાર હતા જેમાં 3ના ઘટના સ્થળે મોત થયા હતા. જયારે એક વ્યકિત ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.