1લી જુલાઈથી રેલવે ટીકીટથી માંડીને એટીએમથી નાણાં ઉપાડ સુધીની સેવા મોંઘી થશે

Spread the love

 

 

 

આમ જનતા માટે હવે રેલવેની સફર મોંઘી થવા જઈ રહી છે. રેલવે એક જુલાઈથી નવુ ભાડુ લાગુ કરાવવા જઈ રહ્યુ છે. આ ફેરફારથી લાંબા અંતરની યાત્રા કરનાર યાત્રીને ખિસ્સુ ઢીલુ થઈ શકે છે.જોકે માસીક યાત્રાના પાસ પર તેની અસર નહિં પડે. આ ઉપરાંત જુલાઈથી એચ/એફસી બેન્કનો ઉપયોગ કરનાર લોકો માટે ક્રેડીટ કાર્ડ પેમેન્ટ, ઓનલાઈન વોલેટ લેવડ-દેવડ વગેરેને લઈને નિયમો બદલી રહયા છે.
આઈસીઆઈસીઆઈ બેન્કે એટીએમથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે આઈસીઆઈઆઈ ગ્રાહક કોઈ અન્ય બેન્કનાં એટીએમથી જો મહિનામાં ત્રણ વારથી વધુ પૈસા ઉપાડે છે તો દરેક વધારાની નાણાકીય લેવડ-દેવડ પર 23 રૂપિયા અને બિન નાણાંકીય લેવડ-દેવડ પર 8.50 રૂપિયાનો ચાર્જ લાગશે. હવે આધારકાર્ડ વિના નવું પાનકાર્ડ નહિં બનાવી શકો પાનકાર્ડ માટે આધાર કાર્ડ ફરજીયાત કરવામાં આવેલ છે. જો તમારી પાસે આધાર અને પાનકાર્ડ છે તો તેને લિંક કરાવવુ જરૂરી છે. તેના માટે 31 ડીસેમ્બર 2025 નો સમય અપાયો છે. સમય પર લિંક ન કરાવવાથી દંડ કે પાનકાર્ડ અમાન્ય થઈ જશે
નોન એસીમાં ભાડુ 1 રૂપિયો દર કિલોમીટરે અને એસીમાં બે રૂપિયા દર બે કિલોમીટર વધાર્યું છે. જોકે 500 કિલોમીટરનાં અંતર સુધી લોકલ અને સામાન્ય સેક્ધડ કલાસનાં ભાડામાં કોઈ ફેરફાર નહિં થાય. 500 કિલોમીટરથી વધુની સેક્ધડ કલાસ યાત્રા પર માત્ર 0.5 પૈસા દર કિલોમીટરે વધારો થશે. એમએસટીમાં કોઈ ફેરફાર નહિં થાય. રેલવે તત્કાલ બુકીંગની પદ્ધતિમાં 1 જુલાઈથી ફેરફાર કરવા જઈ રહ્યું છે. હવે આઈઆરસીટીસીની વેબસાઈટ કે એપથી ટીકીટ બુક કરતી વખતે એક ઓટીપી આપના મોબાઈલ પર મોકલવામાં આવશે જયાં સુધી આપ ઓટીપીને વેરીફાઈ નહિં કરો, ત્યાં સુધી ટીકીટ બુકીંગ પુરૂ નહિં માનવામાં આવે. આ ટીકીટ બુકીંગ સીસ્ટમ બહેતર થશે.
એચડીએફસી બેન્કે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો માટે એક નવો ચાર્જ લાગુ કર્યો છે. જો તમે ડ્રીમ 11 એમપીએલ કે રમી કલ્ચર જેવી ગેમીંગ એપ્સ પર મહિને, 10 હજારથી વધુ રૂપિયો ખર્ચ કરો છો તો એક ટકો વધારાનો ચાર્જ આપવો પડશે. આ ચાર્જ પેટીએમ, મોબિકિવક અને ફ્રી ચાર્જ જેવા વોલેટસમાં 10 હજાર રૂપિયાથી વધુ લોડ કરવાથી પણ લાગશે. આ ઉપરાંત યુટીલીટી બિલ (વીજળી, પાણી, ગેસ વગેરે)નુ પેમેન્ટ 50 હજાર રૂપિયાથી વધુ છે તો અહી પણ વધારાનો ચાર્જ લાગશે. આરબીઆઈએ ક્રેડીટ કાર્ડ બિલ પેમેન્ટનાં નિયમમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ હવે બધા ક્રેડીટ કાર્ડ બિલના પેમેન્ટ માટે બિલ પેમેન્ટ સિસ્ટમ (બીબીપીએસ)થી જ કરવામાં આવી શકશે. આમ ફોન પે, ફ્રેડ જેવા પ્લેટફોર્મને અસર થશે.કારણ કે બીબીપીએસ પર હાલમાં માત્ર આઠ બેન્કોએ આ સુવિધા આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *