ચોમાસામાં રોડ રસ્તા ની સ્થિતિ સુધારવા, પાણીની નિકાલની વ્યવસ્થા, અંડર પાસ થી લઈને અનેક પ્રશ્નો સાથે પ્રભારીની તાકીદ ની બેઠક

Spread the love

 

કેન્દ્રીય ગૃહમંત્રીનો મતવિસ્તાર તથા gj 18 મહાનગરપાલિકાને કરોડો નહીં અબજો રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા આવે છે જેમાં સરાહનીય ફાળો જો હોય તો ભારતના પીએમ તથા કેન્દ્રીય ગૃહ મંત્રીનો છે, અને જે નાણાં ગ્રાન્ટ ના આવે છે તેમાં ભ્રષ્ટાચારના તમામ લીકેજો બંધ કરી દીધા છે, ત્યારે આટલી બધી મોટી ગ્રાન્ટ આવવા છતાં પ્રજાના પ્રશ્નો એક પૂર્ણ થાય અને ત્રણ ઉભા થાય છે તેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ રાજ્યની મુલાકાતે છે.

ગઈકાલે દીસાની બેઠકમાં અનેક અધિકારીઓના વિકાસના કામોના પ્રશ્નો ક્લાસ લીધા હતા, ત્યારે પ્રજાના પ્રશ્નને કોઈ બાંધછોડ નહીં, આ ફટકાર બાદ.

ગાંધીનગર મહાનગરપાલિકાની નબળી કામગીરી અને વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાજ થયા છે. ગઈકાલે 27 ‘દિશા’ બેઠકમાં તેમણે GMCના અધિકારીઓ અને પદાધિકારીઓની હલકી ગુણવત્તાની કામગીરી માટે ઝાટકણી કાઢી અને ડિસેમ્બર સુધીમાં નક્કર સુધારા લાવવા માટેના આદેશ આપ્યા હતા. આ ફટકાર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે તાકીદની બેઠક મળી હતી. જેમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડીંગ ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ, પાટનગર યોજના વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. આજે પ્રભારી – ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ કોર્પોરેશનના અધિકારી – પદાધિકારીઓનો ઉધડો લઈ નક્કર આયોજન કરી વિકાસના કામો પૂર્ણ કરી નગરજનોને કોઈ હાલાકી વેઠવી પડે નહીં અને ગાંધીનગર ખાડા નગરી બને નહીં એ રીતે કામગીરી કરવા સૂચના આપી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાની નબળી કામગીરી અને વરસાદ બાદ શહેરમાં પાણી ભરાવાની સમસ્યાએ કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહને ગુસ્સે કર્યા છે. ગઈકાલે 27 જૂનના ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ(દિશા) ની બેઠકમાં અમિત શાહે GMCના અધિકારીઓ અને પદાધિકારીઓની હલકી ગુણવત્તાની કામગીરી અને વહીવટી નિષ્ફળતા માટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી, જેમાં સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અમિત શાહે ખાસ કરીને વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા અને નબળી ગુણવત્તાના બાંધકામો પર નારાજગી વ્યક્ત કરી અને ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા.તેમણે ગાંધીનગરમાં છેલ્લા 6 વર્ષમાં રૂ. 25,000 કરોડના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરીને નાગરિકોની સુવિધાઓ વધારવા અને ગુજરાતને 2047 સુધીમાં પર્યાવરણ-મૈત્રીપૂર્ણ રાજ્ય બનાવવા પ્રયાસોને વેગ આપવા જણાવ્યું હતું.

અમિત શાહની ફટકાર બાદ ગાંધીનગર મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લેતા 28 જૂન, 2025ના રોજ, રજાના દિવસે પણ અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક બોલાવી હતી.

આ બેઠકની અધ્યક્ષતા ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ કરી. બેઠકમાં GMCના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રભારી મંત્રીએ શહેરની ડ્રેનેજ સિસ્ટમ, રસ્તાઓની ગુણવત્તા અને અન્ય વિકાસ કાર્યોમાં સુધારો લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની યોજના બનાવવા સૂચના આપી હતી. ઉપરાંત ચોમાસાની સિઝનમાં શહેર ભૂવા નગરીમાં ફેરવાઈ નહીં એની પણ કડક સૂચના આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *