ગઈકાલે મહેસાણામાં દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગ યોજાઈ હતી. દૂધસાગર ડેરીની બોર્ડની બેઠકમાં ગઈકાલે મોટાપાયે હોબાળો થયો હતો. જે અંતર્ગત ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાફો માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. દૂધસાગર ડેરીની બેઠકમાં પ્રશ્ન પૂછતાં ચેરમેન અશોક ચૌધરીએ ઉશ્કેરાઈને લાફો માર્યો હોવાનો આરોપ યોગેશ પટેલે લગાવ્યો છે.
દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે આજે નવો ધડાકો કર્યો છે. મહેસાણાના ચરાડા ગામે દૂધસાગર ડેરીના એક્સપાયર થઈ ગયેલા પાવડરના જથ્થાને જાહેર કર્યો છે. જેને લઈને ગઈકાલે બેઠકમાં બબાલ થઇ હતી. ડેરી પાસે એપ્રિલ 2025માં એક્સપાયર થયેલો પાવડરનો જથ્થો પડ્યો છે. ચરાડા ગામના ગોડાઉનમાં એક્સપાયર થયેલો જથ્થો રાખવામાં આવ્યો છે. ડેરી પાસે પોતાનો જથ્થો છતાં અમુલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું? તેવા વાઇસ ચેરમેન યોગેશ પટેલે સવાલો કર્યા હતા. ડેરીએ એક્સપાયર થયેલો જથ્થો રાખો કરોડોનું નુકસાન આરોપ પહોંચાડવાનો લગાવ્યો છે.