અમદાવાદ પ્લેન ક્રેશનું ફોટો-વીડિયો ઇન્વેસ્ટિગેશન થયું,
જેમાં ટેકઓફ, સ્લેટ્સ, ફ્લૅપ્સ, લેન્ડિંગ ગિયર અને હવામાં અચાનક લાગેલો ઝટકો વિષે નિષ્ણાતોના મતે કેટલીક માહિતી સામે આવી

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની ચોક્કસ વિગતો મેળવવામાં હજુ થોડો સમય લાગશે. આ દરમિયાન ન્યૂયોર્ક ટાઈમ્સે અકસ્માતના ફોટા, વીડિયો અને ઓડિયોનું વિશ્લેષણ કર્યું છે. ઉડ્ડયન સલામતી નિષ્ણાતો, પૂર્વ પાઇલોટ, તપાસકર્તાઓ અને ઓડિયો નિષ્ણાતોની મદદથી કરાયેલા વિશ્લેષણ સંકેત સૂચવે છે કે ટેકઓફ સામાન્ય હતું. હવામાં વિનાશ શરૂ થયો. ટેકઓફ પહેલાં વિમાનના વિંગ ફ્લૅપ અને સ્લેટ્સને લંબાવ્યા, રનવેની પૂરતી લંબાઈનો ઉપયોગ કરી સામાન્ય બિંદુથી ઉડાન ભરી હતી. ટેકઓફ પછી અમુક સેકન્ડ બાદ લેન્ડિંગ ગિયર સંપૂર્ણપણે બંધ થવામાં નિષ્ફળ ગયા હતા. ચાલો જાણીએ કે ચાર પાસાઓ પર આ તપાસમાં કયા સંકેતો મળ્યા…
ટેકઓફ: AI 171એ રનવેના જે પોઈન્ટથી ઉડાન ભરી હતી, ત્યાંથી અગાઉ લગભગ 7 વખત ટેકઓફ થયું હતુંઃ
અકસ્માત પછી AI 171ના ટેકઓફ તપાસના દાયરોમાં હતો. સવાલ હતો કે – ટેકઓફ સમયે કોઈ પૂર્વ ચેતવણીના સંકેતો મળ્યા હતા કે નહીં. પેનલમાં ઘણા નિષ્ણાતોએ કહ્યું – ટેકઓફ સામાન્ય હતો. એવું લાગતું ન હતું કે જમીન પર વિમાનને એન્જિનમાંથી જરૂરી થ્રસ્ટ મળી રહ્યો ન હતો.
સીસીટીવી ફૂટેજ અને ફ્લાઇટ ડેટા વિશ્લેષણ દર્શાવે છે કે વિમાને જે પોઈન્ટથી રનવે છોડ્યો હતો ત્યાંથી જ પહેલા સાત વખત ઉડાન ભરી હતી. ટાઇમ્સે સીસીટીવીની સંભવિત સ્થિતિ નક્કી કરી અને તેમાંથી ટેકઓફ બિંદુનો અંદાજ લગાવ્યો હતો.
ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ બપોરે 1:34 વાગ્યે વિમાન રનવેની બાજુમાં ટેક્સી કરી રહ્યું હતું. પાંચ મિનિટ પછી 1:39 વાગ્યે વિમાન રનવેના છેડાની નજીક હવામાં હતું. જ્યારે વિમાન 1:38 વાગ્યે ફ્રેમમાં આવે છે ત્યારે જે સ્થિતિ હતી તે ત્યારે જ શક્ય છે જ્યારે તેને બ્રેકટ્રેક કર્યું હોય.
હવામાં વિમાનની શરૂઆતની દિશા કંઈક અંશે સામાન્ય હતી. ફ્લાઇટ ડેટા દર્શાવે છે કે તે AI 171 ની ગત 7 ફ્લાઇટ્સથી અલગ નહોતી. પૂર્વ પાઇલટ જૉન કોક્સ કહે છે, ‘જ્યારે વિમાન હવામાં આવ્યું ત્યારે પ્રારંભિક ટેકઓફ દર એકદમ સામાન્ય દેખાયો હતો’.
સ્લેટ્સ, ફ્લૅપ્સ: બંને ફેલાયેલી સ્થિતિમાં હતા, પરિણામે ટેકઓફની શરૂઆતમાં પાઇલોટે કેટલીક માનક પ્રક્રિયા અપનાવી હતીઃ
ટેકઓફ પછી તરત જ વિમાનના ક્રેશથી ચિંતા વધી કે શું તેની પાંખો પરના સ્લેટ્સ અને ફ્લૅપ્સ ટેકઓફ માટે લંબાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ઉડાન પહેલાં તે ખોલવામાં આવે છે,
કાટમાળના એક તસવીરમાં જમણી પાંખ પરના સ્લેટ્સ વિસ્તૃત સ્થિતિમાં દેખાય છે, જે દર્શાવે છે કે તે ટેકઓફ પહેલાં સક્રિય કરવામાં આવ્યા હતા.
ધાબા પરથી કેદ કરાયેલા ક્રેશના વીડિયોમાં વિમાનની જમણી પાંખના આગળના કિનારે આછો પડછાયો દેખાય છે, જે દર્શાવે છે કે સ્લેટ્સ કદાચ લંબાવવામાં આવ્યા હતા.
કેટલાક નિષ્ણાતો કહે છે કે વીડિયોની ગુણવત્તાના આધારે સ્લેટ્સની સ્થિતિ ચોક્કસ રીતે કહેવું મુશ્કેલ છે. છતાં પણ આ વાતનો વધુ એક પુરાવો છે કે પાઇલોટે ટેકઓફની શરૂઆતમાં કેટલીક માનક પ્રક્રિયાઓ પુરી કરી હતી.
એરલાઇન પાઇલોટ એસોસિએશનમાં પૂર્વ અકસ્માત તપાસકર્તા શૉન પ્રુચનિકીએ જણાવ્યું કે બળવાના નિશાન દર્શાવે છે કે સ્લેટ્સ કાં તો અથડાતા પહેલા અથવા જમીન પર વિસ્ફોટ સમયે લંબાયેલા હતા. વિંગની પાછળની ધાર પર ફ્લૅપ્સ પણ તૈનાત હતા, જોકે વીડિયોમાં ભલે સ્પષ્ટ રીતે દેખાતા નથી. બોઇંગ 787-8 વિમાનમાં જ્યારે પાઇલટ ફ્લૅપ્સને એક્ટિવ કરે છે ત્યારે સ્લેટ્સ આપમેળે લંબાય છે.

લેન્ડિંગ ગિયર: કોકપીટમાંથી તેને પરત લેવાની પ્રક્રિયા શરૂ થઈ, પરંતુ તે પૂર્ણ થઈ શકી નહીં…”આ મુશ્કેલીનો પહેલો સંકેત હતો”
વીડિયો વિશ્લેષણમાં ટેકઓફ પછી તરત જ મુશ્કેલીનો પહેલો સંકેત જોવા મળ્યો. આ એ હતો કે લેન્ડિંગ ગિયર પ્લેનની અંદર સંપૂર્ણરીતે પરત ન ગયા.
ટેકઓફ પછી પાઇલટ લેન્ડિંગ ગિયર ખેંચે છે. પ્લેન લેન્ડિંગ ગિયર ઓપન રાખીને પણ ઉડી શકે છે, પરંતુ પાઇલટ ડ્રેગ ઘટાડવા માટે તેને ખેંચી લે છે.
વીડિયોમાં ટેકઓફ બાદ લેન્ડિંગ ગિયર ટ્રક ફ્રંટના વ્હીલ ડાઉન સ્થિતિમાં જોવા મળે છે. આ એક સંકેત છે કે લેન્ડિંગ ગિયરને પરત ખેંચવાની પ્રક્રિયા કોકપીટથી શરૂ થઈ હતી પરંતુ અધવચ્ચે જ અટકી ગઈ હતી.
નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના પૂર્વ સભ્ય જૉન ગોગલિયા કહે છે કે ગિયર યોગ્ય સ્થિતિમાં હોવું જોઈએ જેથી તે વિમાનમાં યોગ્ય રીતે ફિટ થઈ શકે. એવું લાગે છે કે પાઇલટે લેન્ડિંગ ગિયરને પાછું ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી હતી પરંતુ તે પૂર્ણ કરી શક્યા નહીં. કદાચ પાવર ફેલને કારણે હાઇડ્રોલિક પાવર પર અસર પડી હતી.

ઝટકો: વિમાનમાં આંચકો કે સાઈડ મૂવમેન્ટ જોવા મળી નહીં, બંને એન્જિન એકસાથે ખરાબ થયા… આ ખૂબ અસામાન્ય વાત
સંકેત એવા છે કે ટેકઓફ પછી એન્જિન ફેલ થયું હતું. ઘણીવાર એક એન્જિન ફેલ થવા પર વિમાન નમતું હોય છે અથવા સાઈડ મૂવમેન્ટ કરે છે. પાઇલટ અથવા વિમાનની સિસ્ટમ તેને સુધારે છે. બંને વીડિયોમાં આવું કંઈ જોવા મળ્યું નથી. એફએએના પૂર્વ તપાસકર્તા જેફ ગેઝેટ્ટીએ કહ્યું કે ‘એસિમેટ્રિક થ્રસ્ટનો કોઈ સંકેત નથી. એન્જિનમાંથી ધુમાડો કે આગ નથી. એટલે કે પાવરનો સિમેટ્રિકલ લોસ હતો.’ આ એક સંકેત છે કે બંને એન્જિન એક સાથે ખરાબ થયા. આ ખૂબ જ અસામાન્ય સ્થિતિ છે.
એન્જિન ફેલના કારણો દૂષિત ઇંધણ સ્ત્રોત, ટેકઓફ પહેલાં ફ્લાઇટ પેરામીટર્સ ખોટા ઇનપુટ જેવી સમસ્યાઓ હોઈ શકે છે.
જો બંને એન્જિનના થ્રસ્ટ એકસાથે બંધ થઈ જાય, તો વિમાન નીચે ઉતરી શકે છે પરંતુ સંભવતઃ તે તેની દિશા પર યથાવત રહેશે.
જો એક એન્જિન બીજા એન્જિન પહેલાં ફેલ થાય તો અસમાન થ્રસ્ટના કારણે વિમાન તેની દિશા પલટી શકે છે.