દુનિયાનો પ્રથમ એવો કિસ્સો જેમાં, ફેક્ટરીમાંથી ડ્રાઇવર વગર માલિકના ઘરે પહોંચી ટેસ્લા કાર!

Spread the love

 

દુનિયામાં પહેલીવાર એવું બન્યું કે કોઈ કાર ફેક્ટરીથી ખરીદનારના ઘરે ડ્રાઇવર વગર પહોંચી. દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન ઇલોન મસ્કે પોતાના જન્મદિવસ પર પોતાની કંપની ટેસ્લાની સંપૂર્ણ સ્વાયત્ત (સેલ્ફ-ડ્રાઇવિંગ) કાર ડિલિવર કરી. કસ્ટમરના ઘરે પહોંચેલી ઇલેક્ટ્રિક કાર ‘મોડલ Y’ છે. ટેસ્લાએ X પર કારની ડિલિવરીનો વીડિયો શેર કર્યો છે. આમાં કાર પોતાની મેળે આગળ વધતી જોઈ શકાય છે. જ્યારે કોઈ કાર કે વ્યક્તિ તેની સામે આવે છે ત્યારે એ સિગ્નલ પર અટકી જાય છે અને પછી આગળ વધે છે.
ડિલિવરી દરમિયાન કાર 116 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. કંપનીએ સત્તાવાર પોસ્ટમાં જણાવ્યું હતું કે અમે ટેક્સાસ શહેરમાં સંપૂર્ણપણે સેલ્ફ-ડ્રાઇવિંગ કાર મોડલ Yની પ્રથમ ડિલિવરી કરી છે. કાર કોઈપણ ડ્રાઇવર કે રિમોટ ઓપરેટર વિના પાર્કિંગ સ્થળો, હાઇવે અને શહેરના રસ્તાઓ પર એના લોકેશન સ્થાને પહોંચી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટેસ્લાના AI અને ઓટોપાઇલટના વડા, અશોક એલુસ્વામીએ જણાવ્યું હતું કે ડિલિવરી દરમિયાન કારે 72 mph (એટલે ​​કે 116 kmph)ની ટોચની સ્પીડ હાંસલ કરી હતી.
ટેસ્લાએ મોડલ Yને સેલ્ફ ડ્રાઈવિંગ બનાવવા માટે અપડેટ કર્યું છે. પહેલીવાર માર્ચ 2019માં લોન્ચ કરવામાં આવી હતી. વિશ્વભરમાં મોડલ Yની કિંમત $40,000 (લગભગ રૂ.34 લાખ)થી શરૂ થાય છે. એ 3 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે – રિયર વ્હીલ ડ્રાઇવ, લોંગ રેન્જ અને પર્ફોર્મન્સ. પર્ફોર્મન્સ વર્ઝન $60,000 (લગભગ રૂ. 51 લાખ)માં આવે છે. અગાઉ 22 જૂને, કંપનીએ રોબોટિક ટેક્સી સેવા શરૂ કરી હતી, જેમાં કાર પોતાની મેળે ચાલી રહી હતી, પરંતુ સલામતીના દૃષ્ટિકોણથી કંપનીના એક નિષ્ણાત બેસીને એનું ટેસ્ટિંગ કરી રહ્યા હતા. કંપનીએ રોબોટેક્સીની એક રાઈડની કિંમત $4.20 એટલે કે લગભગ રૂ.364 રાખી છે. આ વાહનો ઑસ્ટિનના એક વિસ્તારમાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી દોડી રહ્યાં છે.
જોકે ટેસ્લાએ રોબોટેક્સી સેવા ક્યારે જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે એ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ મસ્કે આ સેવાનો વિસ્તાર કરવાનું અને ટૂંક સમયમાં અન્ય યુએસ શહેરોમાં પણ એને શરૂ કરવાનું વચન આપ્યું છે.
કંપનીના સીઇઓ ઈલોન મસ્કે X પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. મસ્કે પોસ્ટમાં કહ્યું- ‘રોબોટેક્સી લોન્ચની સફળતા માટે ટેસ્લા AIની સોફ્ટવેર અને ચિપ ડિઝાઇન ટીમને અભિનંદન. આ 10 વર્ષની મહેનતનું પરિણામ છે. ટેસ્લાની ટીમે કોઈપણની મદદ વિના જાતે જ AI ચિપ અને સોફ્ટવેર બનાવ્યું છે.’ ટેસ્લા એક સિસ્ટમ ઓફર કરે છે, જેને તે “ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ” કહે છે, પરંતુ એનું નામ હોવા છતાં હંમેશાં ડ્રાઇવર હાજર રહેવું જરૂરી છે. આનાથી વાહનો સંપૂર્ણપણે સ્વાયત્ત બનતાં નથી. કંપનીએ કહ્યું હતું કે એનાથી અલગ રોબોટેક્સીમાં સોફ્ટવેરના “અનસર્વાઇઝ્ડ” વર્ઝનનો ઉપયોગ કરીને એનું નેટવર્ક ચલાવશે. આનો અર્થ એ છે કે કોઈ ડ્રાઇવરે દેખરેખ રાખવાની જરૂર નથી, વાહન પોતે જ એની રીતે ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com