કોરોના નો કારણે અમદાવાદ જેવા શહેરની હાલત કફોડી થઈ રહી છે . રોજ બે રોજ કોરોના કેસો ના આંકડામાં વધારો જોવા મળી રાયો છે.હોસ્પીટલ માં સતત કોરોના ચેપને કારણે ગુજરાતમાં આરોગ્ય સેવાઓની હાલત ગંભીર જણાય રહી છે. દરરોજ બેકાબૂ કોરોના કેસને કારણે, હોસ્પિટલોમાં તેનું ભારણ સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, ગંભીર દર્દીઓ માટે હોસ્પિટલની બહાર રાહ જોવાનો સમય પણ વધ્યો છે. આવી સ્થિતિ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે. અહીં હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો જોઇ શકાય છે. છેલ્લા 10 દિવસથી ઇમરજન્સી સેવાઓ પર આવતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આમાંના મોટાભાગના કોવિડ -19 ના દર્દીઓ છે. આને કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 60 વધુ એમ્બ્યુલન્સમાં વધારો કરાયો છે. કોરોના દર્દીઓને દાખલ કરાવવા માટે સિવિલ કોવિડ હોસ્પિટલના દરવાજા બહાર 108 એમ્બ્યુલન્સ વેઇટિંગમાં ઉભેલી જોવા મળી રહી છે.
આ દ્રશ્યો કોરોના સ્થિતિની વાસ્તવિકતા દેખાડી રહ્યા છે. વેટીંગમાં ઉભી રહેલી એમ્બ્યુલન્સમાં બેઠેલા દર્દીઓ રાહ જોઈ રહ્યા છે કે તેમનો નંબર ક્યારે આવશે અને ક્યારે તેમને સારવાર મળશે.
સિવિલ કેમ્પસ રોજરોજ અનેક ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે. કોરોનાએ સમગ્ર વ્યવસ્થાને નવેસરથી પારિભાષિત કરવાની જાણે જરૂરિયાત ખડી કરી દીધી છે. હોસ્પિટલમાંથી જ્યારે દર્દીને એક વોર્ડમાંથી બીજામાં ખસેડાતા હોય અથવા તો દર્દી દાખલ થાના ઈન્તેજારમાં હોય ત્યારે શું દશા થતી હોય છે તે તો જેમની પર વીતિ હોય તે જ જાણે.