કોલકાતા ગેંગ રેપ: ત્રણેય આરોપીઓના DNA સેમ્પલ લેવામાં આવ્યા

Spread the love

 

કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થિનીની પર થયેલા ગેંગરેપ કેસમાં સોમવારે ત્રણ આરોપીઓના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોલેજના પૂર્વ વિદ્યાર્થી મનોજીત મિશ્રા, વિદ્યાર્થી પ્રતિમ મુખર્જી અને ઝૈદ અહેમદને કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેના શરીરના ફ્લુઈડ, યુરિન અને વાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા લગભગ આઠ કલાક સુધી ચાલી હતી. પોલીસને શંકા છે કે આ ગુનો પીડિતા સાથે અગાઉથી પ્લાનિંગ કર્યા પછી ગુનો કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું, ‘આ આખી ઘટના પૂર્વ-આયોજિત હતી. ત્રણેય આરોપીઓએ ઘણા દિવસો પહેલા પીડિતાને નિશાન બનાવી હતી. મિશ્રાએ કોલેજમાં પ્રવેશના પહેલા જ દિવસથી પીડિતાને નિશાન બનાવી હતી.’ 25 જૂનના રોજ દક્ષિણ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થીની પર ગેંગરેપ થયો હતો. મુખ્ય આરોપી મનોજીત મિશ્રા (31) છે, જે તે જ કોલેજનો પૂર્વ વિદ્યાર્થી છે. આ કેસમાં બે વર્તમાન વિદ્યાર્થી ઝૈબ અહેમદ (19), પ્રમિત મુખર્જી (20) અને એક ગાર્ડ પિનાકી (55) પણ સામેલ છે. તપાસ માટે 9 સભ્યોની SITની રચના કરવામાં આવી છે.
પોલીસે કોલેજના યુનિયન રૂમ, ગાર્ડ રૂમ અને બાથરૂમમાંથી જપ્ત કરેલા પુરાવાઓને પણ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. આ સાથે, મુખ્ય આરોપી મિશ્રાના મોબાઇલ ફોનમાંથી મળેલો ઘટનાનો 1.5 મિનિટનો વીડિયો પણ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ વીડિયો કોઈ બીજાને મોકલવામાં આવ્યો હતો કે નહીં. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે મિશ્રા, મુખર્જી અને અહેમદે અગાઉ કોલેજની અન્ય વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ કર્યું હતું અને તે ઘટનાઓનો વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરતા હતા. આ કેસની તપાસ કરી રહેલી 9 સભ્યોની SIT એ 25 જૂનની સાંજે કોલેજમાં હાજર લગભગ 25 લોકોની યાદી તૈયાર કરી છે. તે બધાની પૂછપરછ કરવામાં આવશે.
કોલકાતા ગેંગરેપની સીબીઆઈ તપાસ માટે સોમવારે કોલકાતા હાઈકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. આમાં, સીબીઆઈને કેસની પ્રાથમિક તપાસ કરવા અને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. આ માંગણી એટલા માટે કરવામાં આવી છે કારણ કે મુખ્ય આરોપી રાજ્યના શાસક પક્ષ ટીએમસી સાથે સંકળાયેલો છે. અરજીમાં પીડિતાને વળતર અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં છોકરીઓની સુરક્ષા માટે સિવિલ વોલંટિયરની તહેનાતીની પણ માંગ કરવામાં આવી છે. અગાઉ કરાયેલી કેટલીક અન્ય અરજીઓમાં આ મામલાની કોર્ટ-નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરવામાં આવી છે. આ અરજીઓ પર આ અઠવાડિયાના અંતમાં સુનાવણી થઈ શકે છે.
કોલેજના સીસીટીવી ફૂટેજમાં 25 જૂનના રોજ બપોરે 3:30 થી રાત્રે 10:50 વાગ્યા સુધીના લગભગ 7 કલાકના ફૂટેજ છે. એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજમાં પીડિતાને બળજબરીથી ગાર્ડના રૂમમાં લઈ જવાની ઘટના કેદ થઈ છે. આ વિદ્યાર્થીની લેખિત ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપોની પુષ્ટિ કરે છે. 28 જૂનના રોજ, પીડિતાના મેડિકલ રિપોર્ટમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાના શરીર પર બળજબરી, બચકા ભરવા અને નખથી ઉઝરડાના નિશાન હતા. તે પણ પુષ્ટિ થઈ છે કે તેણીને માર મારવામાં આવ્યો હતો.
લો કોલેજના વાઇસ પ્રિન્સિપાલ નયના ચેટર્જીએ NDTVને જણાવ્યું હતું કે કોલેજ પ્રશાસનને મીડિયા દ્વારા આ ઘટનાની જાણ થઈ હતી. પીડિત વિદ્યાર્થિની કે અન્ય કોઈએ કોલેજ પ્રશાસનને આ ઘટના અંગે કોઈ ફરિયાદ કરી નથી. તેમણે કહ્યું કે ઘટનાના એક દિવસ પછી પોલીસે કેમ્પસમાં પ્રવેશવાની મંજુરી માંગી હતી. સુરક્ષા ગાર્ડ્સને પણ આ અંગે જાણ ન કરવા કહેવામાં આવ્યું હતું. પોલીસે ગ્રાઉન્ડ ફ્લોર પરના બે રૂમ સીલ કરી દીધા છે. વાઇસ પ્રિન્સિપાલે એમ પણ કહ્યું કે ગાર્ડ તેમની ડ્યુટી બરાબર કરી રહ્યા ન હતા. ચેટર્જીએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મનોજીત મિશ્રાને થોડા મહિના પહેલા કામચલાઉ ફેકલ્ટી સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. કાયમી સ્ટાફની અછતને કારણે આ ભરતી કરવામાં આવી હતી. મુખ્ય પોલીસ ફરિયાદી સોરીન ઘોષાલે સમજાવ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, ગેંગ રેપના કેસોમાં સામેલ જૂથની તમામ વ્યક્તિઓને જવાબદાર ઠેરવવી જોઈએ, ભલે તે બધાએ બળાત્કારનું કૃત્ય ન કર્યું હોય. આ કેસમાં બે અન્ય વ્યક્તિએ પણ બળાત્કારમાં મદદ કરી હતી, તેથી આ ગેંગ રેપનો કેસ છે અને તેઓ પણ આ કેસમાં આરોપી છે.
કોલકાતામાં 10 મહિનામાં બીજી ઘટના બની આ પહેલા 2024 માં, આરજી કાર હોસ્પિટલમાં એક ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. જેમા, 8 ઓગસ્ટ 2024ના રોજ રાત્રે આરજી કર હોસ્પિટલમાં એક ટ્રેઈની ડોક્ટર પર રેપ કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટના રોજ સવારે સેમિનાર હોલમાં ડોક્ટરનો મૃતદેહ મળ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 10 ઓગસ્ટના રોજ સંજય રોય નામના સિવિક વોલંટિયરની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ કોલકાતા સહિત દેશભરમાં વિરોધપ્રદર્શનો થયાં હતાં. બંગાળમાં 2 મહિનાથી વધુ સમયથી આરોગ્ય સેવાઓ ઠપ હતી. લકાતાની આરજી કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં 8 ઓગસ્ટ 2024ના રોજ રાત્રે એક ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવાના દોષિત સંજય રોયને આજીવન કેદ (મૃત્યુ સુધી જેલ) અને 50 હજાર દંડની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે 18 જાન્યુઆરીએ સંજયને દોષિત ઠેરવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *