

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મહત્વનું પગલું લીધું છે. ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય આશિષ ઉર્ફે આશીયો કારૂભાઈ ભારવાડીયાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ, એલસીબી પીઆઈ કે.કે. ગોહિલના નેતૃત્વમાં ટીમે આરોપીના ગુનાહિત ઈતિહાસની માહિતી એકત્ર કરી પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાએ આ દરખાસ્ત મંજૂર કરી અટકાયતી વોરંટ જારી કર્યું હતું. પીએસઆઈ બી.એમ. દેવમુરારીની ટીમે વોરંટની બજવણી કરી આરોપીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલ્યો છે. આ કાર્યવાહીમાં એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ સામેલ હતી. આ ટીમમાં એસ.એસ. ચૌહાણ, વી.એન. સિંગરખીયા, એસ.વી. કાંબલીયા, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.