અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલે 3 વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા

Spread the love

પતિને અડધું લીવર ડોનરમાં આપનાર પત્ની 

લીવર ટ્રાન્સપ્લાન્ટ એ કોઈ એક માણસની જોબ નથી પરંતુ એ એક ટીમવર્ક થી શક્ય : 2007માં લીવર ટ્રાન્સપ્લાન્ટ નો ખર્ચ લગભગ 25 લાખ તેમજ ત્રણ વર્ષ પહેલા ગુજરાતમાં લગભગ 22 લાખ અને ઝાયડસ હોસ્પિટલમાં પેકેજ કોર્સ લગભગ 18 લાખ તેમજ સરકાર સાડા ત્રણ થી ચાર લાખ સુધી આપી શકે છે એટલે દર્દીને લગભગ 13 થી 14 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે : ડૉ. આનંદ ખખ્ખર

હાલમાં ૧૦૦ માંથી40 વ્યક્તિઓમાં ફેટી ચરબી જોવા મળી રહી છે. લીવરમાં ચરબી જમા થવાના કારણે સીરોસીસ થાય છે એટલે લીવર ટ્રાન્સ પ્લાન્ટ કરવાની જરૂર : ડો. નિલય મહેતા

અમદાવાદ 

અમદાવાદની અગ્રગણ્ય ઝાયડસ હૉસ્પિટલ લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ગુજરાતમાં પ્રખ્યાત અને મોટું નામ છે .ઝાયડસે 3 વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે, જે સમગ્ર ગુજરાત અને દેશ માટે આશા અને વિશ્વાસના નવા એકમો સ્થાપિત કરે છે.

ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડૉ. આનંદ ખખ્ખરે જણાવ્યું કે લીવર ટ્રાન્સપ્લાન્ટની કારકિર્દી ભારતમાં 2007 થી શરૂ કરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી ઝાયડસ હોસ્પિટલમાં કામગીરી કરી રહ્યો છું.લીવર ટ્રાન્સપ્લાન્ટ એ કોઈ એક માણસની જોબ નથી પરંતુ એ એક ટીમવર્ક થી શક્ય છે. લગભગ ભારતના ઘણા રાજ્યોમાંથી અને અમેરિકાથી દર વર્ષે ત્રણ થી પાંચ દર્દી તેમજ કેનેડા અને મીડલ ઇસ્ટ ટી લોકો લીવર ટ્રાન્સ પ્લાન્ટ કરવા માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ માં આવે છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ ના સક્સેસ રેટ વિશે ડોક્ટર આનંદે કહ્યું કે 88% આઉટ કમ શક્યતા છે જ્યારે પિરીયાડિક ટ્રાન્સપ્લાન્ટ માં 80% નો સક્સેસ રેટ જોવા મળી શકે છે 2007માં લીવર ટ્રાન્સપ્લાન્ટ નો ખર્ચ લગભગ 25 લાખ તેમજ ત્રણ વર્ષ પહેલા ગુજરાતમાં લગભગ 22 લાખ અને ઝાયડસ હોસ્પિટલમાં પેકેજ કોર્સ લગભગ 18 લાખ તેમજ સરકાર સાડા ત્રણ થી ચાર લાખ સુધી આપી શકે છે એટલે દર્દીને લગભગ 13 થી 14 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. લીવરના રોગથી દર્દીનો જીવ જતો નથી પણ અન્ય રોગ હોવાથી જીવ જઈ શકે છે. કેટલાક કિસ્સામાં 2008 દર્દીને કરેલ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરનાર હજુ પણ જીવી રહ્યા છે પરંતુ કેટલું જીવવું એ તો ભગવાન જ નક્કી કરે છે.

ડોક્ટર નિલય મહેતાએ જણાવ્યું હતું કે લીવર એટલે યકૃત જે અશુદ્ધિઓને બહાર કાઢે છે. વજન વધવાથી ચરબી વધે છે .હાલમાં ૧૦૦ માંથી40 વ્યક્તિઓમાં ફેટી ચરબી જોવા મળી રહી છે. લીવરમાં ચરબી જમા થવાના કારણે સીરોસીસ થાય છે એટલે લીવર ટ્રાન્સ પ્લાન્ટ કરવાની જરૂર પડે છે. 2004 પછી ભારતમાં દિલ્હી મુંબઈ અને ચેન્નાઈ ખાતે લીવર ટ્રાન્સપ્લાન્ટ થતા હતા અમદાવાદમાં થતા ન હતા કેમકે લીવર સફળ ન થવું કેમ કે ટીમ નહોતી છેલ્લા પાંચ વર્ષથી લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ની ટીમને સફળતા મળી રહી છે જે ગૌરવની વાત છે. કબજિયાત સોજો ઓછું હિમોગ્લોબિન કમળો ખાવાનું ઓછું થવું. આ બધા શીરોશીસના ચિન્હો હોઈ શકે છે પરંતુ ભાગ્યે જ ખબર પડી શકે છે પરંતુ જ્યારે લીવર બગડે ત્યારે જ અમે તેનું નિદાન કરી શકીએ છીએ.લીવરના રોગો ની સારવાર થાય છે એમાં ટ્રાન્સપ્લાન્ટ નો એક રોલ છે જ્યારે લીવરના રોગોની સારવાર થી દર્દી ન મટે તો તેને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડે છે. બધા જ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટની સુવિધા આપણી પાસે ઉપલબ્ધ છે.
દર્દીને દવાથી ટ્રીટમેન્ટ પૂરી ના કરી શકીએ ત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ બે પ્રકારના હોય છે એક દર્દીના સંબંધી અડધું લીવર આપે અને બીજું લીવર ડોનેટ કરે એટલે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ ડોનર તરીકે રહી શકે. લીવર માટે દર્દીના સંબંધી ની ઉંમર 18 થી 55 વર્ષની હોવી જોઈએ કોઈ મેજર સમસ્યા ન હોવી જોઈએ. અડધું લીવર આપનાર ડોનર કે સંબંધીને કોઈપણ પ્રકારનો વાંધો આવતો નથી જે લીવર કાઢ્યું એ ત્રણ જ અઠવાડિયામાં એવું ને એવું લીવર પાછું થઈ જાય છે. મહત્વનું કારણ લીવરની ચરબી, કોઈપણ ડાયાબિટીસ વ્યક્તિ કસરત કરતો નથી, ખોરાકનો ખ્યાલ રાખતા નથી , વજન વધારે છે, તેલવાળું વધારે ખાય છે ખોરાકમાં સુગર વધારે લે છે, એ બધાને જ ફેટી લીવર થઈ શકે છે અને લાંબા ગાળે રહે ત્યારે તેવા વ્યક્તિઓને સીરોસીસ થાય છે જેને દવાથી સારવાર આપી શકતા નથી ત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે છે.

ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડૉ. આનંદ ખખ્ખરની આગેવાની હેઠળની નિષ્ણાત ટીમના ડૉ. યશ પટેલ, ડૉ. મયુર પટેલ, ક્રિટિકલ કેર ટીમના ડૉ. હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેટિસ્ટ અને લીડ ડૉ. મીતા અગ્રવાલા, ડૉ. પરાગસિંહ ગોહિલ તથા તેમની ટીમના સંયુક્ત પ્રયત્નોએ પિડિયાટ્રિક દર્દીથી લઈને 70 થી પણ વધુ વય ધરાવતાં તેમજ ABO ઈન્ક્યુપેટિબલ બ્લડ ગ્રુપથી લઈને HIV પોઝિટિવ દર્દી સુધીના અલગ અલગ મેડિકલ હિસ્ટરી અને અઢળક મુશ્કેલી ધરાવતાં અનેક દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન આપ્યું છે. તેની સાથે 1 વર્ષથી પણ ઓછા સમયગાળામાં એકસાથે લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટનાં (SLKT) અનેક સફળ કેસનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.જેમાં હાલનાં કેસમાં 40 વર્ષનાં રાજસ્થાનનાં ગ્રેડ 3 એન્સેફાલોપથી અને હાયપોટેન્શનની ગંભીર સમસ્યાઓથી પીડાતા દર્દીના આખા શરીરમાં સેપ્ટિક ફેલાઈ ગયું હતું. લીવર ફેઈલની સાથે સાથે તેનાં સ્નાયુઓ નબળા પડી ગયા હતા. શ્વાસ લેવામાં પણ પારાવાર તકલીફો સાથે આવેલા આ દર્દીને આવી કંડીશનમાં પહેલાં તો સ્ટેબલ કરવાં પડે એમ હતા. આમના કેસમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો સફળતાનો દર ઘણો નીચો હતો. સ્ટેબલ કરવાના પ્રયાસો વચ્ચે વારંવાર સેપ્સિસનું ઇન્ફેકશન થયા જ કરતું હતું. જો 3 થી 5 દિવસમાં સર્જરી ના થઇ તો તેના આગામી 1 મહિનામાં તેનાં બચવાનાં ચાન્સ માત્ર 5% જ હતાં. પરંતુ ઝાયડસની ટીમના અથાગ પ્રયત્નોએ તેની સ્થિતિ સર્જરી કરવા યોગ્ય બનાવી અને તેમની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સારી રીતે પાર પાડી.બીજા કેસમાં તો દર્દીનાં પરિવારમાં તે, તેમની માતા અને ભાઈ એમ 3 જ જણા હતા. આર્થિક નબળાઈ અને તેમાં પણ અત્યંત નાજુક હાલત સાથે આવ્યાં ત્યારે તેમનાં પેટમાં પાણી ભરાયેલું અને વજન ઉતરી ગયું હતું. ભાઈ સાથે લીવર મેચ થતાં તેઓ તેમનાં દાતા બન્યા. આવા સંજોગોમાં દર્દીની માતા માટે તો બેવડી ચિંતા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પણ ઝાયડસનાં ડૉક્ટર્સના કાઉન્સેલિગને પરિણામે તેમની ચિંતા દૂર થઇ. ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું અને દર્દીને સર્જરીનાં 2 અઠવાડિયાની અંદર રજા આપવામાં આવી.
HPB સર્જન ડૉ. આનંદ ખખ્ખર આ સંદર્ભમાં કહે છે કે, “લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ દ્વારા, અમે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય ભાગો તેમજ વિદેશમાં પણ દર્દીઓનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યાં છીએ. જેને પરિણામે ઝાયડસમાં આટલાં ઓછાં સમયમાં મોટા પ્રમાણમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં અને ભારતમાં દર્દીઓને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે આટલી પ્રખર કક્ષાની સર્જરીનો લાભ મળી રહે છે; જે ભારતના અન્ય અગ્રણી સેન્ટરને સમકક્ષ છે.”ઝાયડસ હૉસ્પિટલના લીવર ટ્રાન્સપ્લાન્ટ અને ક્રિટિકલ કેર સોશિયાલિસ્યું ડૉ. હિમાંશુ શર્મા જણાવે છે કે અમારા ઘણા ટ્રાન્સપ્લાન્ટમાં ગંભીર રીતે બીમાર દર્દીઓનો સમાવેશ થાય છે, જેમની સારવાર અહીંના વિશેષ લીવર ICU દ્વારા શક્ય બની છે. આવા જટિલ કેસોમાં સફળતાનો ઉંચો દર ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને પછીના તબક્કામાં કેન્દ્રિત ક્રિટિકલ કેરની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે.”
સિનિયર એનેસ્થેટિસ્ટ અને લીડ ડૉ. મીતા અગ્રવાલાના કહેવા અનુસાર “લીવર ફેલ્ચરવાળા દર્દીની પરિસ્થિતિ અત્યંત ગંભીર હોય છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ જેવી લાંબી સર્જરી દરમિયાન દર્દીનાં અન્ય તમામ અવયવો શ્રેષ્ઠ રીતે કાર્યરત રહે તે માટે એનેસ્થેટિસ્ટની ભૂમિકા નિર્ણાયક હોય છે. અહીં હિમોડાયનેમિક, મેટાબોલિક અને કોગ્યુલેશન પરિમાણોનું સંચાલન કરવા માટે સંકલિત અભિગમની જરૂર પડે છે.”

નિષ્ણાંત ડૉકટર્સની સાથે ઝાયડસના વૈશ્વિક સ્તરનાં ડેડીકેટેડ લીવર ICU, ખાસ ઓપરેશન થિયેટર, નર્સિંગ સ્ટાફ અને ઓપરેશન પછી સતત મોનિટરિંગની સુવિધા જ તેમને અન્ય હૉસ્પિટલથી અલગ તારવે છે. જેને કારણે અહીં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના વિભિન્ન રાજ્યો ઉપરાંત વિદેશમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે.

ઝાયડસ હૉસ્પિટલનું મિશન છે કે એવા દર્દીઓ સુધી પહોંચવું, જેમણે લીવર રોગના કારણે આશા ગુમાવી દીધી હોય. 250થી વધુ કેસના આંકડાઓ સાબિત કરે છે કે યોગ્ય સારવાર અને યોગ્ય માર્ગદર્શન દ્વારા સ્વસ્થ જીવન ફરીથી શક્ય છે.

આ સિદ્ધિ માત્ર ઝાયડસ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે એક મોટો પડકાર જીતવા જેવી છે. સમાજમાં અંગદાન અને લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશે પણ લોકજાગૃતિ લાવવી અતિઆવશ્યક છે અને આવી સફળતાઓથી એ કામ સંભવ બને છે.

સિરોસિસ, જેને લીવર સિરોસિસ અથવા યકૃત સિરોસિસ, ક્રોનિક લીવર ફેલ્યોર અથવા ક્રોનિક યકૃત નિષ્ફળતા અને અંતિમ તબક્કાના યકૃત રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

યકૃત રોગના તબક્કા શું છે?

સિરોસિસ એ અંતિમ તબક્કાની તબીબી સ્થિતિ છે. એકવાર વિકસિત થયા પછી, તે મટાડશે નહીં. જો કે, યકૃતના સોજાના સંભવિત લક્ષણોની વહેલી તપાસ તમને યોગ્ય સારવાર મેળવવામાં મદદ કરી શકે છે જે સિરોસિસમાં પ્રગતિ કરી શકે છે.અદ્યતન કેસોમાં, તે યકૃત પર ભારે અસર કરી શકે છે, અને આ માટે એકમાત્ર સારવાર બાકી છે લીવર ટ્રાન્સપ્લાન્ટ.

સિરોસિસના કારણો શું છે?

સિરોસિસના ઘણા કારણો છે. તે લીવર સંબંધિત વિવિધ પ્રકારના રોગોને કારણે થાય છે, જેમ કે આલ્કોહોલ સંબંધિત લીવર ડિસીઝ અને વાયરલ હીપેટાઇટિસ બી અને સી.

નીચે જણાવેલ કેટલાક સામાન્ય કારણો છે:

આલ્કોહોલના વધુ પડતા સેવનથી લીવરનો રોગ

NAFLD (નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગ)

ક્રોનિક વાયરલ હેપેટાઇટિસ (A, B, અને C)

હિમોક્રોમેટોસિસ (શરીરમાં આયર્ન ઓવરલોડ અથવા જમા થવું)

સિસ્ટિક ફાઇબ્રોસિસ (અવરોધ તરફ દોરી જાય છે)

વિલ્સન રોગ (યકૃતમાં કોપરનું નિર્માણ)

બિલીયરી એટ્રેસિયા (પિત્ત નળીઓમાં ડાઘ અને અવરોધ)

ગેલેક્ટોસેમિયા (રક્તમાં ગેલેક્ટોઝ અથવા ખાંડનો સંગ્રહ)

અલાગીલ સિન્ડ્રોમ (પિત્ત નળીમાં અસાધારણતા)

પ્રાથમિક બિલીયરી સિરોસિસ (ઓટો-ઇમ્યુન લીવર ડિસીઝ)

પ્રાથમિક સ્ક્લેરોઝીંગ કોલેનાઇટિસ (પિત્ત નળીઓમાં બળતરા)

યકૃત અને શરીરના ચેપ

સિરોસિસના લક્ષણો શું છે?

સિરોસિસ એક ગંભીર તબીબી સ્થિતિ છે અને સારવાર મેળવવા માટે તેના સંભવિત લક્ષણોને ઓળખવા મહત્વપૂર્ણ બની જાય છે.

સિરોસિસના લક્ષણો અને ચિહ્નો નીચે ઉલ્લેખિત છે:

ભૂખ ખોટ

બ્રુઝીંગ

નબળાઈ

કમળો (આંખો અને ત્વચા પીળી થઈ જાય છે)

ખંજવાળ

થાક

તમારા પગ, પગની ઘૂંટીઓ અને પગમાં સોજો

વજનમાં ઘટાડો

મેમરીમાં મૂંઝવણ

સેક્સ ડ્રાઇવમાં ઘટાડો, સ્તનોનું વિસ્તરણ, અથવા અંડકોષ સંકોચવા (પુરુષોમાં)

ગુમ થયેલ પીરિયડ્સ (સ્ત્રીઓમાં)

એ નોંધવું અગત્યનું છે કે આ બધા લક્ષણો સિરોસિસ તરફ નિર્દેશ કરી શકતા નથી. તેઓ અન્ય અંતર્ગત તબીબી સમસ્યાઓને કારણે હોઈ શકે છે. જો કે હજુ પણ જો તમને ઉપરોક્ત લક્ષણોમાંથી કોઈ જોવા મળે તો ચિકિત્સકની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે, જેથી તમે પ્રારંભિક તબક્કે જ યોગ્ય નિદાન અને સારવાર મેળવી શકો.

નિવારણ

રસીકરણ (જેમ કે હેપેટાઇટિસ બી માટે ),

દારૂ ટાળવો, વજન ઘટાડવું, કસરત કરવી, ઓછું કાર્બોહાઇડ્રેટ ખોરાક લેવો, હાયપરટેન્શન અને ડાયાબિટીસને નિયંત્રિત કરવું NAFLD અથવા NASH ધરાવતા લોકોમાં મદદ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *