ત્રણથી ચાર કોન્ટ્રાક્ટરો મહાનગરપાલિકામાં ભાળી ગયા,
કામની મોટી મસ રકમના ટેન્ડરો કરતા કામની વહેંચણી કરવાની માંગ, જેથી કામ ઝડપથી પૂર્ણ થાય
GJ-18 મહાનગરપાલિકામાં મોટા કોન્ટ્રાક્ટરોને બબ્બે-બખ્ખા,
બેઠકમાં મોટા માછલાઓને કોન્ટ્રાક્ટ તો નાના ફુદાઓને કેમ નહિ? કામની વહેંચણીનો કકળાટ…



ગાંધીનગર
GJ-18 મહાનગરપાલિકા ખાતે કેન્દ્ર દ્વારા અબજો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, ત્યારે અહીંયા મોટી માછલી નહીં માછલાઓના કોન્ટ્રાક્ટ છે, નાના ફુદાઓને તો હાથ પણ મુકવા દેતા નથી ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અબજો રૂપિયાની ગ્રાન્ટો મહાનગરપાલિકાના વિકાસ માટે ફાળવી રહ્યા છે, ત્યારે મોટા તગડા કરોડો અબજોના ટેન્ડરો મોટા માછલાઓ એવા કોન્ટ્રાક્ટરો મેળવી તે છે, ત્યારે સમય બધે કોઈ જ કામ થતા નળી, ટેન્ડરમાં જે શરતો હોય તેનું પાલન થતું નથી, ટેન્ડરમાં જે કામની અવધી અનેવેલીડીટી હોય કે આટલા દિવસોમાં કામ પૂર્ણ થશે તે પણ થતું નથી. મુદ્દત વધારવામાં આવ્યા બાદ મટીરીયલ્સ ના ભાવ વધી ગયા અને પછી એક્સેસ બીલો મૂકે ત્યારે હવે ચૂંટણી આડે એક વર્ષબાકી નથી, ત્યારે કોન્ટ્રાક્ટરોએ હજુ સુધી કામ પૂર્ણ કર્યા નથી, અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હોય કે પછી બહાર મહાનગરપાલિકાના નગરસેવકોની ચર્ચા હોય તેમાં અંદરો અંદર આ ચર્ચા ચાલી રહી છે કે જે રકમનું ટેન્ડર હોય તેના ચાર ભાગ પાડીને ચાર કંપનીઓને કામ આપો, જેથી ઝડપથી કામ પૂર્ણ થાય લોકોને રોજગારી મળે ત્યારે અહીંયા મોટા માછલાઓ એવા ત્રણથી ચાર જેટલા કોન્ટ્રાકટરોએ મનપા ઉપર કબજો કરી લીધો છે, ત્યારે હાલ અનેક નગરસેવકોમાં આ વાતને લઈને કચવાટ અનુભવી રહ્યો છે, અગાઉ પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા હતા, ત્યારે ૨૦૦ કિલોમીટર પાણીની પાઈપલાઈન નાખવા કોન્ટ્રાક્ટ બહાર પાડયો ત્યારે જે કંપનીનો ભાવ નીચો આવ્યો અને બે વર્ષમાં પૂર્ણ કરવાની વાત કરી તે તમામ કોન્ટ્રાક્ટરને બોલાવીને મીટીંગ કરી હતી, તે મિટિંગમાં જે ભાવ આવ્યો તે ભાવથી કામ કરવા તૈયાર હોય તો જણાવો, જે તૈયાર થયા તે બખતે ૨૫ જેટલા કોન્ટ્રાક્ટરોને ૧૫ થી ૨૦ કિલોમીટરની પાઈપલાઈનનો કોન્ટ્રાક્ટ આપી દીધો, જે બે વર્ષમાં પૂર્ણ થવાનો હતો, તે કોન્ટ્રાક્ટ બે મહિનામાં કામ પૂર્ણ થઈ ગયું હતું અને અનેક લોકોને રોજગારી મળી હતી, ત્યારે મહાનગરપાલિકામાં સમયસર એક પણ કામ કોઈ કોન્ટ્રાક્ટરનું થયું હોય તો એક દાખલો બતાવો. ચૂંટણી જેમ નજીક મહાનગરપાલિકાની આવશે, તેમ કામ ઠંડાગાર કોન્ટ્રાક્ટરો કરી દેશે, કારણ કે બીજા બપાનો કકળાટ ચૂંટણીમાં ટિકિટ ના મળે. હારી જાય અથવા નવા હોદેદારો ચૂંટાઈને આવે તો નવી ગીલ્લી નવો દાવ કરી શકાય, ત્યારે હાલ કોર્પોરેટરોમાં ટેન્ડરોને લઈને ભારે વાદવિવાદ અને કચવાટ ચાલી રહ્યો છે.