ચીંટીગના કેસોમાં તોતીંગ વધારો, ચીટરો વધી ગયા
ચીટિંગના કેસોમાં પણ ITની વોચઃફરિયાદીએ સાબિત કરવું પડશે કે ચોરાયેલા રૂપિયા કોની પાસેથી લાવ્યા હતા
અમદાવાદ
ચેક બાઉન્સના કેસમાં જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ હવે ચિટિંગના કેસોમાં થવા લાગી છે.
ચિટિંગના કેસોમાં હવે જો ફરિયાદી રોકડમાં ચિટિંગની ફરિયાદ નોંધાવે તો આવા કેસોમાં હવે આવકવેરા વિભાગને પણ જવાબ આપવાના રહેશે. તાજેતરમાં જ કોર્ટના આદેશ બાદ આઇટીને આ પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે.
હવે સંભવતઃ વિભાગ એ જ જોવુ પડશે કે જેણે ફરિયાદ કરી હોય તેની સાથે થયેલી ચિટિંગની રકમ ચોપડે બતાવાયેલી છે કે કેમ? હાલ આવા કેસ આઇટી પાસે મોકલવામાં આવી રહ્યા છે આવો જ એક રૂપિયા ૨૦ લાખની ચિટિંગના બાબતનો આઈટી પાસે
આવ્યો છે. હવે આરોપી પક્ષ એવું ઇચ્છી રહ્યો છે કે આવકવેરા વિભાગ તેમાં તપાસ કરે. કેટલાંક કેસમા લોકો જાતે જ આવકવેરાને તપાસ કરવા માટે કહે છે તો કેટલાં કેસમાં કોર્ટ તપાસ કરવાનો હુકમ કરે છે. ચેક બાઉન્સના કેસમા હાલ કોર્ટ આવા હુકમ કરતી હોય છે.
દુકાન ફરિયાદીને નહીં આપી ત્રાહિત વ્યક્તિને વેચાણ કરેલ હોય તો પણ ફોજદારી ગુનો બનતો નથી. કોર્ટનો આદેશ હતો કે
ફરિયાદીએ જ રોકડાનો વ્યવહાર બતાવેલ તેની જાણ ઈક્રમટેક્સ વિભાગમાં કરવાનો હુકમ કરવામાં આવે.
ચેક બાઉન્સના કેસોમાં રોકડના વ્યવહારો હોય અને ટ્રાયલ બાદ જે ચુકાદો આવે તેની એક કોપ આવકવેરાને પણ મોકલવામાં આવતી હતી. જેથી આઈટી પણ તપાસ કરે કે જે રકમનો ઉલ્લેખ છે તે ચોપડે બતાવવામાં આવી છે કે નહીં.
જયારે ચોપડે નહીં બતાવેલી રકમ આઈટી પાસે પકડાઈ તો તે બેનામી રકમ જ કહેવાય છે અને દસ હજારની ઉપરના રોકડના વ્યવહારો થઈ શકતા નથી. જો આવા કેસ પકડાય તો ૧૦૦ ટકાથી વધુની પેનલ્ટી લાગતી હોય છે.
