તાજેતરમાં જ સુરતમાં બોક્સ ક્રિકેટ તૂટી પડવાની ઘટના બની હતી, સ્ટ્રક્ચર કામચલાઉ હોવાથી બાંધકામની વ્યાખ્યામાં ગણાતું નથી
જાનહાનિ થાય તો જવાબદાર કોણ?:આડેધડ ઊભાં કરી દેવાયેલાં બોક્સ ક્રિકેટ મુદ્દે કોઈ નિયમ કે SOP જ નથી
ગાંધીનગર
ગાંધીનગર મોટાભાગના શહેરમાં વિસ્તારોમાં બોક્સ ક્રિકેટ ધમધમી રહ્યા છે. જો કે બોક્સ ક્રિકેટને બાંધકામના કોઈ પણ પ્રકારના નિયમો લાગુ ન પડતા હોવાની વાત કરી મ્યુનિ. જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહી છે. મોડી રાત સુધી ધમધમતા આ બોક્સ ક્રિકેટ માટે કોઈ ચોક્કસ નિયમ કે એસઓપી બનાવવામાં આવી નથી. શહેરમાં બોક્સ ક્રિકેટ તૂટી પડવા જેવી ઘટના અમદાવાદ-ગાંધીનગરમાં બને અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? તે અંગે
સવાલો ઊભા થયા છે. શહેરમાં અનેક વિસ્તારોમાં બોક્સ ક્રિકેટનો ક્રેઝ શરૂ થયો છે. ખુલ્લા પ્લોટમાં માત્ર લોખંડની એંગલો ઊભી કરી તેના પર નેટ બાંધી દઈ બોક્સ ક્રિકેટનું મેદાન તૈયાર કરી
દેવાય છે. જોકે માત્ર લોખંડની એંગલ ઉભી કરી કરવામાં આવતા કામ ચલાઉ સ્ટ્રક્ચરને મ્યુનિ. બાંધકામની વ્યાખ્યામાં ગણતું નથી. પરિણામે તેને બાંધકામને લગતાં કોઈ વિશેષ
કાયદાઓ નડતાં નથી. બીજી તરફ મ્યુનિ. દ્વારા આવા બોક્સ ક્રિકેટ પાસેથી મ્યુનિ. તંત્ર કોમર્શિયલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે એક તરફ તંત્ર દ્વારા આ બાંધકામો મામલે
કોઈ નિશ્ચિત નીતિ નથી ત્યારે આવા બાંધકામો પાસેથી ટેક્સ વસૂલાઈ રહ્યો છે. બોક્સ ક્રિકેટનું કલાકનું ભાડું ૨ હજાર સુધી લેવાય છે, દિન-પ્રતિદિન ક્રિકેટ રમવા માટે ખુલ્લા મેદાન અને પ્લોટમાં ઊભા કરવામાં આવેલાં ક્રિકેટ બોક્સનો ક્રેઝ વધી રહ્યો છે. હજાર રૂપિયાથી લઈ ૨,૦૦૦ આપીને લોકો ક્રિકેટ રમવા માટે જતા હોય છે. એસ.જી. હાઈ-વે અને રિંગ રોડ તેમજ જીજે-૧૮ સોસાયટીની બાજુમાં ખાનગી પ્લોટમાં લોખંડની જાળીથી કોર્ડન કરેલા ક્રિકેટ બોક્સ ઊભા કરી દેવામાં આવે છે.

