અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન દેવાંગ દાણી ની અધ્યક્ષતામાં મળી હતી જેમાં દિવાળી પછી સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન સહિત વિવિધ મુદ્દે ચર્ચા થઇ હતી.
દેવાંગ દાણી એ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે પરિવહન સુવિધાઓ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં BRTSમાં 65 વર્ષથી ઉપરના લોકો અને દિવ્યાંગ માટે મફત મુસાફરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદમાં BRTS બસના મુસાફરો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિનિયર સિટીઝનોની મફત મુસાફરીની વયમર્યાદામાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે. 75 વર્ષની વયમર્યાદા ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી છે, જેથી હવે વધારે લોકો શહેરમાં મફત મુસાફરી કરી શકશે. આ પહેલા 75 વર્ષ બાદ મફત મુસાફરી BRTS બસમાં કરી શકાતી હતી, જો કે હવે 65 વર્ષ બાદ મફત મુસાફરી કરી શકાશે. આ સાથે જ દિવ્યાંગજન પણ હવે મફત મુસાફરી કરી શકશે. અગાઉ દિવ્યાંગોને 40 ટકા ખર્ચથી પાસ મળતા હતા પણ હવે આ પાસ તદ્દન ફ્રી કરવામાં આવ્યા છે. જો કે તમામ મુસાફરોએ દર વર્ષે પાસને રીન્યુ કરાવવાનો રહેશે.
બી.આર.ટી.એસ નવા પાસ અંગે
સ્ટુડન્ટ, માસિક- ત્રિમાસિક તેમજ અન્ય કેટેગરી પાસ માટે ઝાંસીની રાણી અને સોની ની ચાલી એમ
૨ સ્ટેશનો પર રૂબરૂમાં સવારે ૧૦ થી સાંજે ૬ ફોર્મ ભરી સંપર્ક કરી પાસ કેટેગરીની નિયત ફી + કાર્ડ ફી રૂા. ૭૫ ભર્યેથી બી.આર.ટી.એસ ના નવા પાસ મળી શકશે. હાલ પશ્રિમ અને પુર્વ વિસ્તાર માટે ૧-૧ કાઉન્ટર ચાલુ કરેલ છે.
હાથથી ફોર્મ ભરી આપવાની સાથે ઓનલાઈન ફોર્મ ભરી આપવાની વ્યવસ્થા પણ કરેલ છે.
પાસ નુ ફોર્મ QR CODE થી ઓનલાઇન પણ ભરી શકાશે.
મુસાફરો તેમની વિગતો ઓનલાઈન ભરે છે અને એક અનોખો સંદર્ભ નંબર મેળવે છે.
ઇશ્યુઅન્સ સેન્ટરની મુલાકાત લીધા પછી, તેઓ પાસ ઓપરેટરને આ સંદર્ભ નંબર પ્રદાન કરે છે.
સિસ્ટમ તેમની વિગતો તાત્કાલિક આપમેળે મેળવે છે, જેનાથી ઝડપી ચકાસણી શક્ય બને છે.
દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું કે અમદાવાદ શહેરમાં AMC ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં AMC અલગ અલગ વિભાગમાં 2500 કર્મીઓની ભરતી કરશે. હાલમાં AMCમાં 24 હજાર કર્મીઓ કાર્યરત છે. અલગ અલગ વિભાગમાં એન્જિનિયર ગ્રેજ્યુએટ ITIનો અભ્યાસ કરેલા લોકોની કરવામાં ભરતી આવશે. હાલમાં AMCમાં 24 હજાર કર્મચારીઓ છે જેના 15 ટકા લેખે 2500 નવી ભરતી કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે


