ઈકો અને સ્વિફ્ટ ગાડીમાં ૨૯૪ વિદેશી દારૂની બોટલો સાથે મળી કુલ રૂ.૮,૭૯,૫૭૪ ના મુદ્દામાલ સાથે બે ઇસમને પકડતી બાવળા પોલીસ

Spread the love

અમદાવાદ

ઇ.પોલીસ મહાનિરીક્ષક સુ.શ્રી વિધી ચૌધરી અમદાવાદ રેન્જ તથા મ્હે.પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાંટ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામા પ્રોહિ-જુગારની ગે.કા પ્રવૃતિ સદંતર નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતી ધોળકા વિભાગ ધોળકા નાઓએ પોલીસના માણસોને પો.સ્ટે વિસ્તારમા પ્રોહિ-જુગારની બદી નેસ્તનાબુદ કરવા પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.વી.ચૌધરી બાવળા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ આવી ગેરકાયદેસર પ્રવુતી શોધી કાઢવા સૂચના કરેલ જે અનુસંધાને અ.હે.કો ધર્મેન્દ્રસિહ શીવરાજભાઇ તથા આ.પો.કો મેરૂભા ઘનશ્યામસિંહ નાઓને ચોક્કસ અને આધરભુત બાતમી હકિકત મળેલ કે, “બાવળા રાશમ રોડ ઉપર આવેલ લીલીવાડી ફાર્મ પાસે ગ્રે કલરની ઈકો ગાડી જેનો રજી. નંબર- જી.જે.૩૮.બી.બી.૨૨૭૩ લઈને રોડની સાઈડમાં ઉભેલ છે અને તેમાં ઈંગ્લીશ દારૂ ભરેલ છે” જે બાતમી આધારે સદરહુ બાતમી હકીકત વર્ણનવાળી ગાડીમાં એક ઈસમ ગ્રે કલરની ઈકો ગાડી સાથે રોડની સાઈડમાં ઉભેલ જણાયેલ જેનો રજી. નંબર જોતા બાતમી હકીકતમાં જણાવ્યા મુજબનો હોય જેથી ઈકો ગાડી પાસે જઈ કોર્ડન કરી સદર આરોપીને નીચે ઉતારી ઈકો ગાડીમા જોતા ગાડીની પાછળના ભાગે સીટો કાઢી નાખેલ જેમા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ-૧૨૬ જેની કિંમત રૂ.- ૧,૧૨,૨૦૦/- તથા ઇકો ગાડી નંબર-જી.જે.૩૮.બી.બી.૨૨૭૩ ની કિ.રૂા.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન- ૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- એમ મળી કુલ રૂા.-૩,૨૨,૨૦૦/- મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) દીપકકુમાર સ/ઓ ભયરામભાઇ મકવાણા ઉ.વ.૨૩ રહે-બાલદાણા માતાવાસ તા-બાવળા જી-અમદાવાદ

કામગીરી કરનાર અધિકારી /કર્મચારી

(૧) પો.ઇન્સ શ્રી એસ.વી.ચૌધરી સાહેબ (૨) અ.હે.કો. ધર્મેન્દ્રસિહ શીવરાજભાઇ (૩) અ.હે.કો ઉકાભાઇ પુનાભાઇ (૪) અ.હે.કો શિવભદ્રસિંહ ચંદ્રસિંહ (૫) અ.હે.કો હસમુખભાઈ હેમુભાઈ(૬) હેઠકો અનીલભાઇ સાગરભાઇ (૭) આ.પો.કો. મેરૂભા ધનશ્યામસિહ (૮) આ.પો.કો અશોકસિંહ દિલીપસિંહ (૯) અ.પો.કો મેહુલભાઇ કેશુભાઇબીજી બાજુ ઇ.પોલીસ મહાનિરીક્ષક સુ.શ્રી વિધી ચૌધરી અમદાવાદ રેન્જ તથા મ્હે.પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાંટ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામા પ્રોહિ-જુગારની ગે.કા પ્રવૃતિ સદંતર નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતી ધોળકા વિભાગ ધોળકા નાઓએ પોલીસના માણસોને પો.સ્ટે વિસ્તારમા પ્રોહિ-જુગારની બદી નેસ્તનાબુદ કરવા પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.વી.ચૌધરી સાહેબ બાવળા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આવી ગેરકાયદેસર પ્રવુતી શોધી કાઢવા સૂચના કરેલ જે અનુસંધાને આ.પો.કો મેરૂભા ઘનશ્યામસિંહ નાઓને ચોક્કસ અને આધરભુત બાતમી હકિકત મળેલ કે, “બાવળા, અંબાજીમાતાના ચોકથી ગઢવીવાસના ઢાળ તરફ જવાના રસ્તા ઉપર એક ઈસમ સફેદ કલરની મારૂતી સ્વીફ્ટ ગાડી રજી. નંબર- જી.જે.૩૮.બી.ઇ.૨૮૨૭ લઈને ઉભેલ છે અને તેમાં ઈંગ્લીશ દારૂ ભરેલ છે” જે બાતમી આધારે સદરહુ બાતમી હકીકત વર્ણનવાળી ગાડીમાં એક ઈસમ સફેદ કલરની મારૂતી સ્વીફ્ટ ગાડી સાથે ઉભેલ જણાયેલ જેનો રજી. નંબર જોતા બાતમી હકીકતમાં જણાવ્યા મુજબનો હોય જેથી સ્વિફ્ટ ગાડી પાસે જઈ કોર્ડન કરી સદર આરોપીને નીચે ઉતારી ઈકો ગાડીમા જોતા ગાડીની વચ્ચેની સીટમા તથા પાછળની ડેકીમા મીણીયાની સફેદ અને પીળા કલરની કોથળીઓ સેલોટેપ મારેલ હાલતમા મળી આવેલ જે ઉખાડી કોથળીઓના મોઢીયા ખોલી અંદર જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બ્રાન્ડના નામવાળા ખાખી કલરના બોક્સ મળી આવેલ. જે ખોલી જોતા તેમાં વિદેશી દારૂની કાચની બોટલો બોટલો નંગ-૧૬૮ જેની કિંમત રૂ.- ૨,૫૨,૦૨૪/- તથા સ્વિફ્ટ ગાડી નંબર-જી.જે.૩૮.બી.ઇ.૨૮૨૭ ની કિ.રૂા.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા અંગ જડતીમાંથી રોકડ રકમ ૩૫૦/-રુપીયા એમ મળી કુલ રૂા.-૫,૫૭,૩૭૪/- મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે પાણી ની સ્વીપણ એપ ડ

પકડાયેલ આરોપીઓ

(૧) મયુરભાઇ દીનેશભાઇ પરમાર રહે- બાવળા ધુમાલીયાની ડેલી તા-બાવળા જી-અમદાવાદ

સદર કામગીરી કરનાર અધિકારી /કર્મચારી

(૧) પો.ઇન્સ શ્રી એસ.વી.ચૌધરી સાહેબ (૨) પો.સબ.ઇન્સ.એચ.ડી.ઝાલા (૩) અ.હે.કો. ધર્મેન્દ્રસિહ શીવરાજભાઇ (૪) અ.હે.કો ઉકાભાઇ પુનાભાઇ (૫) અ.હે.કો શિવભદ્રસિંહ ચંદ્રસિંહ (૬) અ.હે.કો અનીલભાઇ સાગરભાઇ (૭) આ.પો.કો. મેરૂભા ધનશ્યામસિહ (૮) આ.પો.કો અશોકસિહ દિલીપસિહ
(૯) અ.પો.કો મેહુલભાઇ કેશુભાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *