ચોર મચાયે શોર, પોલીસ બે શોર, રાંધેજામાં તસ્કરો ત્રાટકયા, લાખોની ચોરી,
શહેરોમાં કેમેરા ના કારણે હવે ચોરોની પસંદ ગ્રામ્ય,
રાંધેજામાં એક જ રાતમાં બે મકાનમાં ચોરી :
દૂધના વેપારી સહિત બે ઘરમાંથી 29.71 લાખની મતા ચોરાઈ, પોલીસ તપાસ શરૂ
ગાંધીનગર
ગાંધીનગરના રાંધેજા વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં બે મકાનને નિશાન બનાવ્યા છે. જય મહાદેવ સોસાયટીમાં રહેતા દૂધના વેપારી કુંતલકુમાર પટેલના ઘરમાંથી રૂ. 29.21 લાખની મતા ચોરાઈ છે. આ જ સોસાયટીમાં રહેતા ધીરજ પટેલના ઘરમાંથી રૂ. 50 હજારની રોકડ ચોરાઈ છે. કુંતલકુમાર પટેલ અને તેમના પત્ની કલાબેન રાત્રે 10:30 વાગે જમીને સૂઈ ગયા હતા. સવારે 3 વાગે બંને જણા તેમની દૂધની દુકાને ગયા હતા. સવારે 5 વાગે કલાબેન ઘરે પરત ફર્યા ત્યારે મકાનનું તાળું તૂટેલું જોયું હતું. તપાસમાં જાણવા મળ્યું કે તસ્કરોએ મુખ્ય દરવાજાનું હેન્ડલ તોડ્યું હતું. ઘરમાં તિજોરી અને દીવાલમાં બનાવેલા કબાટને તોડી નાખ્યા હતા. તેમાંથી સોનાની લકી, દોરા, વીંટી, સેટ, બુટ્ટી, કાનની શેર, પાટલા, લગડી, પેડલ અને ચૂની ચોરાઈ હતી. આ ઉપરાંત ચાંદીના કડલા, ગણપતિની મૂર્તિ, પગની પાયલ અને જુડો પણ ચોરાયા હતા. રોકડ રૂ. 3.50 લાખ પણ ગાયબ હતા. પેથાપુર પોલીસે બંને મકાનોમાંથી થયેલી કુલ રૂ. 29.71 લાખની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.