અમદાવાદ
ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગના તા.૦૪/૦૭/૨૦૨૫ના પત્રથી જણાવવામાં આવેલ હતુ કે ભારત સરકાર દ્વારા દર વર્ષે ૬ જુલાઈએ “વર્લ્ડ ઝુનોસિસ ડે ઉજવણી કરવામાં આવે છે. આ રોગો સાથે સંકળાયેલા જોખમો વિશે વિવિધ હિસ્સેદારોમાં જાગૃતિ લાવવા માટે યોજવામાં આવે છે. વૈશ્વિક સ્તરે પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે ફેલાયેલો ચેપ છે, જેમા તમામ ચેપી રોગમાં ઝુનોસિસ રોગના પેથોજેન્સ 60% માટે જવાબદાર છે અને બીજા અન્ય ઉભરતા રોગો માટે ઝુનોસિસ રોગના પેથોજેન્સ 75% માટે જવાબદાર છે. જાહેર આરોગ્યને અનુલક્ષી આ રોગોને રોકવા અને નિયંત્રિત કરવા માટેની ચોક્કસ યોજનાની ખાતરી કરવી એ અનિવાર્ય છે. આથી જુલાઈ ૨૦૨૫ ના રોજ તમામ ગામો, બ્લોક્સ, જિલ્લાઓ અને મ્યુનિસિપાલિટીઝ બ્લોકમાં વર્લ્ડ ઝુનોસિસ ડે મનાવવાનું નકકી કરેલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગએ અમદાવાદ શહેરમાં રખડતા શ્વાન સબંધિત ખસીકરણ / રસીકરણ અને તેના સારવાર નિદાનની કામગીરી કરે છે. જેમાં વેટરનરી સ્ટાફ, પેરા વેટરનરી સ્ટાફ, સેનેટરી સ્ટાફ તથા ડોગ કેચીંગ સ્ટાફ જોડાયેલ છે. રખડતા શ્વાનના ઘણા બિમારીઓ જેવીકે હડકવા, ક્રુમિજન્ય રોગ, હાઈડેટીડ સીસ્ટ વગેરે મનુષ્યમાં થવાની શક્યતાઓ રહેલી છે જે જોતા ઉપરોકત તમામ સ્ટાફને આવી બિમારીઓ રોકવા માટે જરુરી પગલા લેવા, તકેદારીઓ રાખવાની જેવાકે હાથ મોજા, ગ્લોવ્સ નો ઉપયોગ કરવાનો, માસ્ક પહેરવાની, લીક્વીડ શોપ થી હાથ ધોવાની તેમજ પ્રિવેન્ટવ રસી લેવાની સમજ આપવામાં આવેલ છે.
ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરખેજ વોમાં ૪૦ થી વધુ રખડતા શ્વાનને પકડીને હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવેલ છે. આસપાસના રહીશોને પણ આ રોગ વિશેની વિસ્તુત માહીતી આપવામાં આવેલ છે.