બ્રાઝીલમાં શરૂ થયેલી 11 બ્રીકસ દેશોની શીખર પરિષદમાં ભારત છવાઈ ગયું

Spread the love

 

 

બ્રાઝીલમાં શરૂ થયેલી 11 બ્રીકસ દેશોની શીખર પરિષદમાં ભારત છવાઈ ગયું છે અને તમામ દેશોએ પહેલગામ હુમલાનો વિરોધ કર્યો હતો ત્રાસવાદ સામે ભારતે ઓપરેશન સિંદૂર સહિતના જે પગલા લીધા છે તેને પણ સમર્થન જાહેર કર્યુ છે તેમજ આ બેઠકમાં એ પણ પ્રસ્તાવ પસાર કરાયો છે કે ત્રાસવાદ સામે કોઈપણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકને સંબોધીત કરતા જણાવ્યું હતું કે પહેલગામ હુમલો એ ભારતના આત્મા અને એકતા તેમજ અખંડીતતા સામે હુમલો હતો. અને જો આ પ્રકારના હુમલા સમયે રખાતુ મૌન એ ત્રાસવાદને સીધુ સમર્થન ગણાશે. તેમને કોઈ વ્યકિતગત કે રાજકીય ગોલ માટે ત્રાસવાદને સમર્થન સ્વીકાર્ય નહીં હોવાનું જણાવ્યું હતું. મહત્વપૂર્ણ રીતે આ બેઠકમાં અમેરિકાનું નામ લીધા વગર જ એકતરફી ટેરીફની ટીકા કરતા તેના આંતરરાષ્ટ્રીય નિયમો અને કાનૂનનો ભંગ ગણાવ્યો હતો. એટલું જ નહી બ્રીકસ દેશોએ ગાઝાની પરિસ્થિતિ અંગે પણ ચીંતા દર્શાવીને માનવતાનો એંગલ મહત્વનો ગણાવ્યો હતો. તો સૌથી વધુ મહત્વ રીતે બ્રીકસ દેશોએ ઈરાન પરના હુમલોની પણ ટીકા કરી હતી આમ બ્રીકસે અમેરિકાને આડકતરી ચેતવણી આપી છે. મહત્વનું એ છે કે હાલ ચાલી રહેલી બેઠકમાં બ્રીકસના બે મહત્વના રાષ્ટ્રો ચીન અને રશીયાના રાષ્ટ્રવડાઓ હાજર નથી અને તે સમયે ટ્રમ્પની ચેતવણી તથા બ્રીકસના પ્રસ્તાવ તેમની ગેરહાજરીમાં આવ્યા છે તે પણ સુચક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *