
ભારત અને અમેરીકા વચ્ચે વ્યાપાર સમજૂતી મુદે હવે તા.9ની ડેડલાઈન નજીક આવી રહી છે તે સમયે જ બ્રાઝીલના રીયોમાં મળી રહેલી બ્રીકસ દેશોની બેઠક સમયે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંગઠનને ફરી ટાર્ગેટ બનાયતા ચેતવણી આપી હતી કે જો બ્રીકસ દેશો કે અન્ય કોઈ પણ દેશ અમેરિકા વિરોધી નીતિ અપનાવશે તો તેના પર વધારાના 10 ટકા ટેરીફ લાદી દેવામાં આવશે અને તેમાં કોઈપણ દેશને બાકાત રખાશે નહીં. અગાઉ પણ ટ્રમ્પે જાહેર કર્યુ હતું કે બ્રીકસ ઈઝ ડેડ એટલે કે આ સંગઠન ખત્મ થઈ ગયું છે. ભારત ચીન રશીયા સહિતના મહત્વપૂર્ણ દેશોને આવરી લેતા આ સંગઠન દ્વારા સમાંતર રીતે ચલણ ઈશ્યુ કરીને ડોલર સામે જંગ મંડાશે તેવા પ્રમુખ ટ્રમ્પના માની લીધેલા વલણ બાદ તેઓએ બ્રીકસને નિશાન બનાવવાનું શરૂ કર્યુ છે.
તે સમયે જ ચીન અને રશીયાના વડાઓની ગેરહાજરીમાં મળી રહેલી શીખર પરિષદની બેઠક સમયે જ ટ્રમ્પે આ ચેતવણી આપી હતી. અને જણાવ્યું હતું કે અમેરિકાના હીતો વિરૂધ્ધ બ્રીકસ કોઈ નીતિ અપનાવી શકશે નહીં અને જો તેમ કરશે તો તે તેના ઉપર અમેરિકાના ટેરીફમાં 10 ટકાના વધારાના ટેરીફ લાદી દેવાશે. પોતાના ટ્રુથ સોશીયલ હેન્ડલ ઉપર ટ્રમ્પે આ ચેતવણી આપી છે. અગાઉ જ તેઓએ જે દેશો સાથે અમેરિકાની વ્યાપાર સમજુતી થઈ નથી તે દેશો પર તા.7ના જ વધારાના ટેરીફની જાહેરાત કરી રહ્યા છે. તે અને તેમની નજર રીયો ઉપર પણ છે અમેરિકા અત્યાર સુધીમાં બ્રીટન, વિયેટનામ સાથે ટેરીફ સમજુતી કરી છે તથા ચીન સાથે તેની વાટાઘાટ ચાલી રહી હોવાનું જાહેર થયું છે. અમેરિકાએ ભારતને તા.9 સુધીમાં વ્યાપાર સમજુતીની ડેડલાઈન આપી છે અને ભારતે પણ અગાઉ આકરા શબ્દોમાં કહ્યું હતું કે કોઈ ડેડલાઈનના દબાણ હેઠળ ભારત વ્યાપાર સમજુતી કરશે નહીં તે સમયે જ ટ્રમ્પની આવી ચડેલી ચેતવણીથી ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપાર કરારમાં નવું સસ્પેન્સ સર્જાયું છે.