
દેશના પાટનગર દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારમાં એક ઘરમાંથી બે સગાભાઈ સહિત ચાર પુરૂષના મૃતદેહ મળતા સનસનાટી મચી હતી. ઘટનાની જાણ થતા અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ચારેય પુરૂષો એસી મીકેનીક તરીકે કામકાજ કરતા હતા. ગુંગળામણને કારણે મોત થયાની પ્રાથમીક શંકા વચ્ચે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા તેના રિપોર્ટ બાદ જ મોતનુ વાસ્તવિક કારણ બહાર આવવાનુ મનાય છે. આ પુર્વે પણ ન્યુ અશોકનગર વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુનો બનાવ બન્યો હતો.