

ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં કોલસાની ખાણ ધસી પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા. અને હજુ સાત લોકો કાટમાળમાં ફસાયા હતા. ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.આ કોલસાની ખાણ ગેરકાયદે હતી, કારણ કે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL)એ અહીં કોલસાની ખાણનું કામ બંધ કરી દીધું હતું, તેમ છતાં કોલસાની ખાણમાં આઠ લોકો કામ કરી રહ્યા હતા. રામગઢના કુજુના મહુઆ ટુંગરી વિસ્તારમાં રાત્રે ગેરકાયદે કોલસાનું ખનન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ભારે વરસાદના કારણે કોલસાની ખાણ અચાનક ધસી પડી હતી. જેના કારણે ખાણમાં કામકરતા આઠ જેટલા શ્રમિકો ફસાયા હતા.જેમાંથી ત્રણનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા રાહત અને બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. JCB અને અન્ય મશીનોની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે જેથી અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.