સમય પહેલા હોમલોન ચુકવવા પર પ્રિ-પેમેન્ટ ચાર્જ નહિં લાગે

Spread the love

 

ભારતીય રિઝર્વ બેન્ક ફલોટીંગ દર પર હોમ લોન લેનારા લોકોને મોટી રાહત આપી છે. જે અંતર્ગત જો કોઈ સમય પહેલા લોન ચુકવે છે તો તેની પાસેથી પ્રિ-પેમેન્ટ ચાર્જના નામે કોઈ વધારાની રકમ નહીં વસુલવામાં આવે. આ નવો નિયમ 1 જાન્યુઆરી 2026 થી લાગુ પડશે. આરબીઆઈએ આ સંબંધમાં બધી બેન્કો, એનબીએફસી અને નાણાંકીય સંસ્થાઓ માટે સ્પષ્ટ નિર્દેશ જાહેર કર્યો છે. હાલ બધી એ પ્રિ-પેમેન્ટ ચાર્જને લઈને પોતાના હિસાબે અલગ-અલગ નિયમ બનાવ્યા છે.આ પરિસ્થિતિને ખતમ કરવા રિઝર્વ બેન્કે આ નિયમ બનાવ્યો છે. આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પ્રિ-પેમેન્ટ ચાહે પુરી રકમનું હોય કે આંશિક, કોઈપણ સ્થિતિમાં કોઈ વધારાના ચાર્જ નહિ લેવામાં આવે. આ ઉપરાંત આ પ્રકારનાં પ્રિ-પેમેન્ટ માટે કોઈ ન્યુનતમ લોક-ઈન સમયગાળો પણ નહીં રહે. આરબીઆઈ અનુસાર આ નિર્ણય માત્ર એ આવાસ ઋણ પર લાગુ થશે જેમને 1 જાન્યુઆરી 2026 કે તેના પછી સ્વીકૃત કે નવીનીકૃત કરવામાં આવશે એ પહેલાની લોન ખાતામાં હાલનો નિયમ જ લાગુ રહેશે.આ વ્યવસ્થાનું પાલન બધી બેન્કો અને એનબીએફસીએ કરવુ પડશે. બેન્કો પ્રિ-પેમેન્ટ ચાર્જ માટે અલગ-અલગ રીતો અપનાવે છે.આથી ગ્રાહકોની ફરિયાદો અને વિવાદ વધી રહ્યા છે. આ સાથે જ બેન્ક અને નાણાકીય સંસ્થાઓએ કડક લોન શરતો લગાવી રાખી હતી જેથી ગ્રાહક નવા અને સસ્તા વ્યાજદરોવાળી લોન તરફ સ્વીચ કરવાથી અચકાતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *