
જાહેર ક્ષેત્રની બેન્કો ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ 50 હજાર ર્ક્મચારીઓની ભરતી કરશે. આંકડા મુજબ કુલ નવી ભરતીઓમાં લગભગ 21 હજાર અધિકારી હશે અને બાકી કલાર્ક સહિત અન્ય કર્મચારી હશે.આ કડીમાં એસબીઆઈ વિશેષજ્ઞ અધિકારીઓ સહીત લગભગ 20,000 લોકોની નિયુકિત કરવા જઈ રહી છે. આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા બેન્કે 505 પ્રોબેશનરી ઓફીસર (પીઓ) અને 13455 જુનિયર એસોસીએટસની ભરતી કરી લીધી છે. બાકીની પ્રક્રિયા જલદી પુરી કરવામાં આવશે. જયારે પીએનબી ચાલૂ નાણાકીય વર્ષમાં પોતાના કર્મચારીઓની સંખ્યામાં 5500 થી વધુના વધારવાના લક્ષ્ય રાખીને ચાલે છે. માર્ચ 2025 સુધી પીએનબીનાં કર્મચારીઓની કુલ સંખ્યા 1,02,746 હતી એક અન્ય સરકારી બેન્ક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા લગભગ 4 હજાર કર્મચારીઓની ભરતીની યોજના બનાવી રહી છે.