

ગયા વર્ષ વરસે બોક્સ ઑફિસ પર ફિલ્મોનાં કંગાળ પર્ફોર્મન્સ બાદ ફિલ્મરસિયાઓને ચાલું વર્ષથી ઘણી અપેક્ષાઓ હતી. જો વર્ષ 2025ના પહેલાં છમાસિક ગાળામાં થયેલી કમાણી પર નજર કરીએ તો આ આંકડો 2050 કરોડ રૂપિયાની આસપાસ છે, જે ગયા વર્ષનાં સમાન સમયગાળા દરમિયાન થયેલી 1550 કરોડ રૂપિયાની કમાણી કરતાં ઘણો વધારે છે. 2025ના પહેલા છ મહિના વીતી ગયા છે. આ સમયગાળા દરમિયાન હિન્દી બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી ફિલ્મો પર નજર કરવામાં આવે તો પહેલાં છ માસની કમાણીનો આ આંકડો 2050 કરોડ રૂપિયાની આસપાસ છે. જ્યારે ગત વર્ષે 2024ના પહેલાં ભાગમાં બોક્સ ઓફિસ પર માત્ર 1550 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.
તે જ સમયે, વર્ષ 2023 માં, હિન્દી બોક્સ ઓફિસ પર પહેલાં ભાગમાં 2000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ વર્ષે કુલ છ ફિલ્મોએ 100 કરોડની ક્લબમાં એન્ટ્રી લીધી હતી. પરંતુ જો 200 કરોડ ક્લબની વાત કરીએ તો તેનાથી આગળ માત્ર વિક્કી કૌશલનો છાવા જ જઈ શકે છે. બાકીની પાંચ ફિલ્મો તો 200 કરોડની ક્લબમાં પણ પ્રવેશી શકી નહોતી. જી હા, આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી છાવા 600 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી હતી, જ્યારે અજય દેવગનની રેઇડ 2 ફિલ્મે 175 કરોડની કમાણી કરી હતી. અક્ષય કુમારની હાઉસફુલ 5 ફિલ્મે અત્યાર સુધીમાં 159 કરોડની કમાણી કરી શકી છે. સાથે જ જાન્યુઆરીમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની સ્કાય ફોર્સે પણ 131 કરોડની કમાણી કરી હતી. જ્યારે આમીર ખાનની સિતારે ઝમીન પરે હાલમાં જ 126 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને તેની કમાણીની સફર ચાલુ જ છે. તો બીજી તરફ સલમાન ખાનની ઇદ રિલિઝ સિકંદરે 103 કરોડની કમાણી સાથે માંડ માંડ 100 કરોડ સુધી પહોંચી શકી હતી.
કોવિડ પછી વર્ષ 2023 હિન્દી બોક્સ ઓફિસ પર કમાણીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ વર્ષ માનવામાં આવતું હતું. જ્યારે વર્ષ 2024 તે મામલે નબળું રહ્યું હતું. વર્ષ 2023ના પહેલાં ભાગમાં શાહરૂખ ખાનની જવાન 500 કરોડની ક્લબમાં આવી ત્યારે, બોક્સ ઓફિસે લગભગ 2000 કરોડની કમાણી કરી હતી. સાથે જ ગયા વર્ષના પહેલા ભાગમાં 500 કરોડની ક્લબમાં કોઈ પણ ફિલ્મ એન્ટ્રી નહોતી કરી શકી. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ રિતિક રોશનની ફાઇટર હતી, જેણે લગભગ 200 કરોડની કમાણી કરી હતી. ગત વર્ષની ઉનાળાની સિઝન પણ લોકસભાની ચૂંટણીમાં આઇપીએલને કારણે ખુબ જ નબળી રહી હતી. આ જ કારણ છે કે ગયા વર્ષના પહેલા ભાગમાં બોક્સ ઓફિસ પર માત્ર 1550 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. પરંતુ ચાલું વર્ષના પહેલા ભાગની કમાણી વર્ષ 2023ને વટાવી ગઈ. વર્ષ 2025ના પહેલા ભાગમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છાવાના લીધે હિન્દી બોક્સ ઓફિસે 2050 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
2023 અને 2024માં સેકન્ડ હાફની કમાણી પહેલા હાફ કરતા વધારે હતી. આવી સ્થિતિમાં આગામી હાફનું પર્ફોમન્સ વધુ સારું રહેશે તેવી અપેક્ષા ચાલું વર્ષથી રાખવામાં આવી રહી છે. આ સમય દરમિયાન આવી ઘણી ફિલ્મો રિલીઝ થશે, જેમાંથી ફિલ્મ જગતને ઘણી અપેક્ષાઓ છે. અજય દેવગણની સન ઓફ સરદાર 2 આ મહિને રિલીઝ થશે. આ સાથે જ સ્પાઈ યુનિવર્સની મચ અવેટેડ ફિલ્મ વોર 2 સ્વતંત્રતા દિવસના વીકેન્ડ પર રિલીઝ થશે. તેમાં હૃતિક અને તેલુગુ સુપરસ્ટાર જુનિયર એનટીઆર જોવા મળશે.
નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે આ ફિલ્મ 500 કરોડના ક્લબમાં પ્રવેશ કરશે. સપ્ટેમ્બરમાં અક્ષય કુમારની જોલી એલએલબી ફ્રેન્ચાઇઝી જોલી એલએલબી થ્રીની રજૂ થશે. સુપરહિટ ફિલ્મ કંતારાની પ્રિક્વલ કટારા ચેપ્ટર 1 ગાંધી જયંતી અને દશેરાની રિલિઝ ડેટ પર રજૂ થશે. સુપરનેચરલ યુનિવર્સનો આગામી ભાગ દિવાળી પર રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની ઓપોઝિટ રશ્મિકા મડાના જોવા મળશે. જ્યારે ક્રિસમસ વીકએન્ડ પર અવતાર ફ્રેન્ચાઇઝી અવતાર 3 અને સ્પાય યુનિક્સની આગામી ફિલ્મ આલ્ફાની ત્રીજી ફિલ્મ રજૂ થશે.
આ ફિલ્મો પર સૌની નજર
સન ઓફ સરદાર-2
વોર-2
જોલી એલએલબી-3
કંતારા-2
થામ્બા
અવતાર-3
અત્યાર સુધીની ફિલ્મોનું પ્રદર્શન
છાવા : રૂા. 600 કરોડ
રેડ-2 : રૂા. 178 કરોડ
હાઉસફુલ-5 : રૂા. 1પ9 કરોડ
સ્કાઇફોર્સ : રૂા. 131 કરોડ
સિતારે જમીન પર : રૂા. 1ર6 કરોડ
સિકંદર : રૂા. 103 કરોડ
ફર્સ્ટ હાફની કમાણી
2023 – 2000 કરોડ
2024 – 1550 કરોડ
2025 – 2050 કરોડ