રજનીકાંત-આમિરખાન પ્રથમ વખત એકીસાથે ‘કુલી’નો આમિર સાથેનો પ્રથમ લુક સામે આવ્યો

Spread the love

 

સુપરસ્ટાર આમિર ખાન આજકાલ સતત હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. હાલમાં જ તેની ફિલ્મ સિતારા ઝમીન પર બોક્સ ઓફિસ પર અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરી 126 કરોડની કમાણી કરી ચૂકી છે, અને હવે તે વધુ એક મોટી ફિલ્મ કુલીને લઈને ચર્ચામાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં આમિર સાઉથના થલાઇવા રજનીકાંત સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. દિગ્દર્શક લોકેશ કનાગરાજની એક્શન ફિલ્મ તરફથી આમિર ખાનનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. એક્સ પર શેર કરવામાં આવેલા આ લુકમાં આમિર બ્લેક કપડામાં ખૂબ જ દમદાર અને સ્ટાઇલિશ લાગી રહ્યો છે. એક હાથમાં સિગાર પકડીને બેઠો છે. ફિલ્મમાં આમિરના પાત્રનું નામ દહા રાખવામાં આવ્યું છે, જે એકદમ રહસ્યમયી અને શક્તિશાળી માનવામાં આવી રહ્યું છે.
જે ફિલ્મમાં રજનીકાંત છે, જે સિગારેટને હવામાં ઉછાળીને સળગાવે છે અને તેને મિસ્ટર પરફેક્શનિસ્ટનો સપોર્ટ મેળે છે, તો એવી આશા રાખી શકાય કે આ ફિલ્મમાં પુષ્પા 2, દંગલ અને બાહુબલી 2 જેવી અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોનો રેકોર્ડ તોડી શકે છે. પહેલીવાર આમિર ખાન અને રજનીકાંત કુલીમાં સાથે જોવા મળવાનાં છે. આ ફિલ્મ સમગ્ર ભારતમાં રિલીઝ થઈ રહી છે, અને 14 ઓગસ્ટ, 2025 ના રોજ આઇમેક્સ સ્ક્રીન પર આવશે. આમિર અને રજનીકાંતના ચાહકો માટે આ કોઈ આનંદથી કમ નથી. આ ફિલ્મમાં રજનીકાંત અને આમિર ખાનની સાથે નાગાર્જુન, ઉપેન્દ્ર, સત્યરાજ, શ્રુતિ હાસન, સૌબિન શાહિર, કલી વેંકટ અને અન્ય ઘણાં કલાકારો છે. આ ફિલ્મ એક હાઈ-ઓક્ટેન એક્શન થ્રિલર ફિલ્મ હશે.
આમિર હાલ લાહોર 1947નું નિર્માણ પણ કરી રહ્યો છે, જેમાં સની દેઓલ લીડ રોલમાં જોવા મળવાનો છે. વળી, રાજકુમાર સંતોષી આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યાં છે. આ ઉપરાંત તાજેતરમાં જ તેની ફિલ્મ સિતારે ઝમીન પર પણ 20 જૂન 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો, તેમજ દરરોજ કમાણીના મામલે આ ફિલ્મ ટોપ પર હતી. આ ફિલ્મમાં આમિર ખાન સાથે અભિનેત્રી જેનેલિયા ડિસૂઝા પણ મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે. આ ફિલ્મે આવતાની સાથે જ દર્શકોનાં દિલમાં જગ્યા બનાવી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *