
બોપલ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં કામ કરતી મહિલાની બાળકી સાથે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હતું.સિક્યુરિટી ગાર્ડની આ હરકત અંગે સગીરાએ માતાને જાણ કરતા માતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા આ અંગે ગુનો નોધી તાત્કાલિક દુષ્કર્મના આરોપ સાથે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે.
સગીરાની માતા કામ પર જતા સિક્યુરિટી ગાર્ડે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
બોપલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં એક મહિલા તેની સગીર બાળકી સાથે રોજ કામ કરવા જતી હતી. આ સોસાયટીમાં કામ કરનાર સિકયુરિટી ગાર્ડની નજર મહિલાની સગીર દીકરી પર હતી. સગીરાની માતા કામ પર જતા સિક્યુરિટી ગાર્ડે મોકાનો ફાયદો ઉઠાવીને સગીરા સાથે જબરજસ્તી દુષ્કર્મ આચરી લીધું હતું. સગીરાએ આ અંગે તાત્કાલિક તેની માતાને જાણ કરી હતી.
સગીરાની માતાએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. બોપલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ તપાસવામા આવ્યા હતા.જે બાદ સ્થળની તપાસ કરીને આરોપીની ઓળખ કરવામાં આવી હતી.પોલીસે સિક્યુરિટી ગાર્ડ વિનોદ જાટવ સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને કેટલાક સમયથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.