
સાઉથ આફ્રિકાની ફ્રેન્ચાઇઝ ક્રિકેટ ટુર્નામેન્ટ SA20ની ચોથી સીઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન MI કેપ ટાઉન 26 ડિસેમ્બરે ઓપનિંગ મેચમાં ડર્બન સુપરજાયન્ટ્સનો સામનો કરશે. આ મેચ ન્યુલેન્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ 25 જાન્યુઆરીએ યોજાશે. પ્લેઓફ મેચોના સ્થળો જાહેર કરવામાં આવ્યા નથી. સીઝનનો પહેલો ડબલ-હેડર શનિવાર, 27 ડિસેમ્બરના રોજ રમાશે. પ્રિટોરિયા કેપિટલ્સ અને જોબર્ગ સુપર કિંગ્સ સેન્ચુરિયન ખાતે એક ખાસ ડર્બી મેચમાં ટકરાશે, જ્યારે પાર્લ રોયલ્સ અને સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ બોલેન્ડ પાર્ક ખાતે બીજા મુકાબલામાં ટકરાશે. ડર્બન સુપર જાયન્ટ્સનું હોમ ગ્રાઉન્ડ કિંગ્સમીડ નવા વર્ષના સપ્તાહમાં ધૂમ મચાવશે કારણ કે તે 28 ડિસેમ્બરે MI કેપ ટાઉન અને 30 ડિસેમ્બરે જોબર્ગ સુપર કિંગ્સનું આયોજન કરશે. 31 ડિસેમ્બર, 2025ના રોજ ચાહકોને નવા વર્ષનું સ્વાગત કરવાની તક મળશે, જ્યારે કેબેરહા અને કેપ ટાઉન વધુ એક રોમાંચક ડબલ-હેડરનું આયોજન કરશે. બે વખતના ચેમ્પિયન સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે પાર્લ રોયલ્સનું આયોજન કરશે, જ્યારે MI કેપ ટાઉન અને પ્રિટોરિયા કેપિટલ્સ રાત્રે 9 વાગ્યે ન્યુલેન્ડ્સ ખાતે ટકરાશે.
નવા વર્ષના પહેલા દિવસે, 1 જાન્યુઆરી, 2026ના રોજ, જોબર્ગ સુપર કિંગ્સ અને ડર્બન સુપર જાયન્ટ્સ 2026ની શરૂઆત વાન્ડરર્સમાં જીત સાથે કરવા માંગશે. બંને ટીમ તેમના પ્રથમ ટાઇટલની રાહ જોઈ રહી છે. ટુર્નામેન્ટની ફાઇનલ 25 જાન્યુઆરીએ યોજાશે, જેમાં ક્વોલિફાયર 1 (21 જાન્યુઆરી), એલિમિનેટર (22 જાન્યુઆરી) અને ક્વોલિફાયર 2 (23 જાન્યુઆરી) રમાશે. ફાઇનલ અને પ્લેઓફના સ્થળોની જાહેરાત પછીથી કરવામાં આવશે. ગ્રીમ સ્મિથે કહ્યું કે ફ્રેન્ચાઇઝી તેમની ટીમને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. 9 સપ્ટેમ્બરે યોજાનારી હરાજીમાં ટીમને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. સ્મિથે કહ્યું, “અમે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ખેલાડીઓને અમારા પ્લેટફોર્મ પર લાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.”