કપાસની ટેકાના ભાવે ખરીદીમાં કમિશન કાંડનો ભાંડાફોડ
સરકાર દ્વારા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ટેકા નાં ભાગે કપાસ ની ગાંસડી ખરીદી કરેલ હોય પ્રત્યેક ગાંસડી ના 400 રૂૂપિયા લેખે અંદાજીત 2800 થી 3 હજાર ગાંસડી કોટન ના કમિશનર રૂૂપે 7 લાખ લાખ ની લાંચ ની રકમ ઉના ખાંભા સેન્ટ્રલ રાજકોટ બ્રાન્ચ ના વર્ગ ત્રણ ના ઓફિસર મહેશ.બી.બિરલા એ માંગણી કરતાં આ રકમ આંગડિયા મારફતે ઉના થી રવાના કરાતાં આ રકમ ઉપરોક્ત અધિકારી એ લેવા વચેટીયા દિવ્યેશ નાથાભાઈ સાગઠીયા ને મોકલતા એક જાગૃત નાગરીક ની ફરીયાદ આધારે એ સી બી દ્વારા સફળતા પૂર્વક ટ્રેપ ગોઠવી બે શખ્શો ને રાજકોટ થી રંગેહાથ લાંચ રકમ લેતા જડપી લીધા હતા.
સમગ્ર ધટના ની મળતી વિગતો અનુસાર કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સેન્ટ્રલ ઉના ખાંભા રાજકોટ દ્વારા સીસીઆઇ કેન્દ્ર દ્વારા ઉના ના વેપારી પાસેથી થી અંદાજીત 2800થી 3 હજાર જેટલી કપાસ ગાંસડી ખરીદી કરાયેલ હતી જેના બીલો મંજુર કરાવવા પ્રત્યેક ગાંસડી ના 400 રૂૂપિયા લેખે અંદાજીત 7 લાખ જેવી રકમ ની માંગણી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સેન્ટ્રલ ઉના ખાંભા રાજકોટ બ્રાન્ચ ના બ્રાન્ચ ઓફિસર મહેશ.બી.બિરલા એ માંગણી કરેલી જે રકમ પેટે પ્રથમ 5 લાખ મોકલાયા હતા અને આ રકમ ઉના ની એક આંગડિયા પેઢી મારફતે રવાના કરાયા હતા પરંતુ ફરીયાદી દ્વારા લાંચ આપવા માંગતા નહીં હોવાથી એક જાગૃત નાગરિક દ્વારા ગીર સોમનાથ એ. સી. બી. ને જાણ કરાતા ટ્રપિગ અધિકારી પી આઇ ડી.આર.ગઢવી ની મદદથી પોરબંદર એ.સી.બી પીઆઇ ડી. આર. ગમાર રાજકોટ નાં ફિલ્ડ પી આઈ આર. એન. વિરાણી અને સુપર વિજન અધિકારી બી.એમ.પટેલ ને સાથે રાખી લાંચ ના છટકા નું આયોજન કરેલ જેમાં લાંચ લેનાર અધિકારી ઉના મુકામે હાજર ના હોય અને રાજકોટ હોય તેથી ફરિયાદી એ રૂૂપિયા 7 લાખ આંગડિયા માં બપોરે 12.30 વાગ્યે મોકલી દીધેલ હોય જે રાજકોટ ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સેન્ટ્રલ બ્રાન્ચ ઓફિસર મહેશ.બિ.બિરલા ના વચેટિયા દિવ્યેશ નાથાભાઈ સાગઠીયા મલ્ટી ટાસ્કિંગ વર્ગ 4 કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા રાજકોટ ના કર્મચારી લાંચ ની રકમ આંગડિયા પેઢી માંથી લેવા ગયો હતો તેને ત્યાંથી રકમ સાથે રંગેહાથ ઝડપી લઈ પુછપરછ કરી લાચીયો મુખ્ય આરોપી મહેશ બીરલા રાજકોટ ખાતે પોતાના ઘરે હોય ત્યાં થી એ સી બી એ પકડી પાડી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર ધટના મા બ્રાન્ચ ઓફિસર મહેશ બીરલા ઉના અને ખાંભા વિસ્તારમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વતી ખરીદી કરવા પોતાની ફરજ બજાવતો હોય અને લાંચ ની રકમ માંગતા રકમ લેવા ગયેલો રાજકોટ નો કર્મચારી પણ ઝપટ મા ચડી જતા બન્ને ની લાંચ રૂૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓ ઝડપી લીધા હતા.
ગીર સોમનાથ જિલ્લામા ફરી એસીબી સક્રીય બનીને રેઈડ કરતાએ.સી.બી ની કદાચ સૌથી મોટી રકમ ની સફળ ટ્રેપ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું એસીબી ગીર સોમનાથ પી આઈ ડી.આર.ગઢવી તથા પોરબંદર એસીબી પીઆઇ ગમાર રાજકોટ એસીબી પી.આઈ વિરાણી સહિત ના અધિકારી દ્વારા સંયુક્ત રેઈડ કરતાં લાંચીયા અધિકારી મા ચકચાર સાથે ખળભળાટ મચી ગયો છે.