ગુજરાતની 29 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સાગમટે બદલી, શહેરી વિકાસ વિભાગનો આદેશ

Spread the love

 

Gujarat municipality chief officer transfer: ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકાઓના ચીફ ઓફિસર સંવર્ગના અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. એક પરિપત્ર જાહેર કરીને કુલ 29 ચીફ ઓફિસરોની બદલી અંગેની માહિતી આપવામાં આવી છે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રાજ્યની અલગ-અલગ નગરપાલિકાઓના 29 ચીફ ઓફિસરોની બદલીનો હુકમ કર્યો છે. આ બદલીના હુકમ મુજબ, અધિકારીઓને તેમની હાલની ફરજની જગ્યાએથી દાહોદ, આણંદ, વલસાડ, રાજુલા, હાંસોટ સહિત અનેક સ્થળોએ નવી નિમણૂક આપવામાં આવી છે.

જે અધિકારીઓની બદલી થઈ છે તેમાં યશપાલસિંહ વાઘેલા (સંતરામપુર), ગૌરાંગ પટેલ (હાલોલ), પાર્થવન ગોસ્વામી (રાજુલા), સુ હીરલ ઠાકર (ચોટીલા), કલ્પેશ ભટ્ટ (વિજાપુર), વિપુલ ઉમેદભાઈ પનારા (ભચાઉ), સુ નિલમબેન ઘેટીયા (કુતિયાણા), સુ દેવીબેન ચાવડા (તલાલા), સુ પરીતા પરમાર (વડાલી), જૈમીન ચૌધરી (જેમનો અગાઉનો હુકમ રદ કરાયો), સુ સાવી સોની (તલોદ), હિરેન સોલંકી (પ્રાંતિજ), બ્રિજરાજસિંહ વાળા (જેમનો જૂનો હુકમ રદ કરી જામજોધપુર બદલી), રાજુભાઇ શેખ (ધંધુકા), વિશાલ પટેલ (ચકલાસી), હિતેશ પટેલ (બોટાદ), દીપસિંહ હઠીલા (લુણાવાડા), તુષાર ઝાલરિયા (અંજાર), પારસ મકવાણા (વેરાવળ પાટણ), પાર્થિવ પરમાર (જેતપુર – નવાગઢ), વિનોદ રાઠોડ (અમરેલી), ચંદ્રકાંતભાઈ દેસાઇ (ડીસા), રાહુલ કરમુર (ખંભાળીયા), જીતેન્દ્ર પટેલ (રાધનપુર), મેહુલ જોધપુરા (જસદણ), અશ્વિન ભવાનજીભાઈ ગઢવી (કોડીનાર), સુ પ્રાર્થના ચિરાગસિંહ રાઠોડ (ધોળકા), જતિન વી. મહેતા (ઠાસરા) અને ભરત વ્યાસ (વડનગર) નો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, વિશાલ પટેલને ચકલાસી ઉપરાંત મહુધાના ચીફ ઓફિસરનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. આ હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે.

ક્રમ ચીફ ઓફીસરનું નામ હાલની ફરજ પરની નગરપાલિકા બદલીથી નિમણૂકની નગરપાલિકા
1 યશપાલસિંહ વાઘેલા લુણાવાડા સંતરામપુર
2 ગૌરાંગ પટેલ ડીસા હાલોલ
3 પાર્થવન ગોસ્વામી બોટાદ રાજુલા
4 સુહીરલ ઠાકર હાલોલ ચોટીલા
5 કલ્પેશ ભટ્ટ રાધનપુર વિજાપુર
6 વિપુલ ઉમેદભાઈ પનારા આકલાવ ભચાઉ
7 સુનિલમબેન ઘેટીયા ઉપલેટા કુતિયાણા
8 સુદેવીબેન ચાવડા કુતિયાણા તલાલા
9 સુપરીતા પરમાર ખેડા વડાલી
10 જૈમીન ચૌધરી વડાલી ઇડર
11 સુસાવી સોની પ્રાંતિજ તલોદ
12 હિરેન સોલંકી તલોદ પ્રાંતિજ
13 બ્રિજરાજસિંહ વાળા અગાઉનો બારેજાથી બાબરા ખાતે બદલીનો તા:03-05-2025નો હુકમ રદ્દ કરીને(ક્રમ-4 પૂરતો) પાછલી અસરથી જામજોધપુર
14 રાજુભાઇ શેખ જસદણ ધંધુકા
15 વિશાલ પટેલ ધંધુકા ચકલાસી
16 હિતેશ પટેલ ચકલાસી બોટાદ
17 દિપસિંહ હઠીલા સંતરામપુર લુણાવાડા
18 તુષાર ઝાલરીયા હળવદ અંજાર
19 પારસ મકવાણા અંજાર વેરાવળ પાટણ
20 પાર્થિવ પરમાર વેરાવળ-પાટણ જેતપુર – નવાગઢ
21 વિનોદ રાઠોડ કોડીનાર અમરેલી
22 ચંદ્રકાંતભાઈ દેસાઇ વડનગર ડીસા
23 રાહુલ કરમુર સિક્કા ખંભાળીયા
24 જીતેન્દ્ર પટેલ થાનગઢ રાધનપુર
25 મેહુલ જોધપુરા જામજોધપુર જસદણ
26 અશ્વિન ભવાનજીભાઈ ગઢવી જેતપુર – નવાગઢ કોડીનાર
27 સુપ્રાર્થના ચિરાગસિંહ રાઠોડ ઠાસરા ધોળકા
28 જતિન વી. મહેતા ધોળકા ઠાસરા
29 ભરત વ્યાસ ખેરાલુ વડનગર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *