Morbi : ‘ચેલેન્જની ચૂંટણી’ માં વધુ એક નેતાની ‘Entry’, જીતુ સોમાણીએ કહ્યું- ગોપાલ ઈટાલિયા જીતશે તો હું..!

Spread the love

 

  1. ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચેની લડાઈ ચરમસીમા પર (Morbi)
  2. કાંતિ અમૃતિયાના સમર્થનમાં આવ્યા વાંકાનેરનાં MLA જીતુ સોમાણી
  3. જીતુ સોમાણીએ ગોપાલ ઈટાલિયાને ચૂંટણી લડવા ફેંક્યો ખૂલ્લો પડકાર
  4. ગોપાલ ઈટાલિયા પહેલા વિસાવદરથી રાજીનામું આપે : જીતુ સોમાણી
  5. “ગોપાલ ઈટાલિયા જીતશે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ”

Morbi : મોરબીમાં ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા (BJP MLA Kantilal Amrutia) અને આમ આદમી પાર્ટીનાં નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (MLA Gopal Italia) એ રાજીનામુંને આપી ચૂંટણી લડવા એકબીજાને પડકાર્યા છે.

આ ‘ચેલેન્જની ચૂંટણી’ વચ્ચે વધુ એક નેતાની એન્ટ્રી થઈ છે. વાંકાનેરનાં MLA જીતુ સોમાણીએ (MLA Jitu Somani) ગોપાલ ઈટાલિયાને ચૂંટણી લડવા ખુલ્લો પડકાર ફેંક્યો છે.

‘ચેલેન્જની ચૂંટણી’ માં MLA જીતુ સોમાણીની એન્ટ્રી

જણાવી દઈએ કે, ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને MLA તરીકે રાજીનામું આપી મોરબીમાંથી (Morbi) ફરી ચૂંટણી લડવા પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે, મોરબીમાં જો ગોપાલ ઇટાલિયા જીતશે તો બે કરોડ રૂપિયા હું તેમને ઇનામ તરીકે આપીશ.’ આ ચેલેન્જનો ગોપાલ ઇટાલિયાએ પણ સહર્ષ સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે, હું તેમની આ ચેલેન્જને હર્ષભેર સ્વીકારું છે. 12 જુલાઈએ બપોરે 12 વાગ્યા સુધીમાં તમારું રાજીનામું પડી જવું જોઈએ.’ જોકે બંને નેતાઓની આ ‘ચેલેન્જની ચૂંટણી’ વચ્ચે હવે વધુ એક નેતાએ એન્ટ્રી મારી છે.

‘ગોપાલ ઈટાલિયા જીતશે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ દઈશ’

વાંકાનેરના MLA જીતુ સોમાણીએ (MLA Jitu Somani) ગોપાલ ઈટાલિયાને ચૂંટણી લડવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, ગોપાલ ઈટાલિયા પહેલા વિસાવદરથી રાજીનામું આપે. ગોપાલ ઈટાલિયા મોરબી આવે, અમે સ્વાગત કરીશું. સોમવારે બંને અધ્યક્ષને મળે અને રાજીનામું આપે. ગોપાલ ઈટાલિયા જીતશે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ દઈશ. જીતું સોમાણીએ વધુમાં કહ્યું કે, મોરેમોરો આપીને ચૂંટણી લડવાની તાકાત હોય તો મોરબી આવી જાઓ. જો કે, હવે નેતાઓ દ્વારા વીડિયો થકી એકબીજાને ચૂંટણી લડવાનો પડકાર ફેંકવાની રાજનીતિ વચ્ચે લોકશાહી પીસાઈ રહી હોવાની ચર્ચા સામાન્ય જનતામાં થઈ રહી છે. કેટલાક લોકોએ કહ્યું કે, વિકાસના કામો કરવાને બદલે નેતાઓ એકબીજાને ચૂંટણી લડવાનો પડકાર ફેંકી રહ્યા છે. ચૂંટણી લડવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. એ ખર્ચનો બોજો જનતાનાં શિરે હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *