નારાયણા ગ્રુપે NSAT 2025 ની 20મી આવૃત્તિ લોન્ચ કરી, જેમાં 51 કરોડની શિષ્યવૃત્તિ અને ઇનામોનો રેકોર્ડ બ્રેક સમાવેશ

Spread the love

આ વર્ષના JEE એડવાન્સ્ડમાં, ટોચના 10 રેન્કર્સમાંથી પાંચ નારાયણાના વિદ્યાર્થીઓ છે, જેમણે 3, 4, 6, 7 અને 10 ક્રમ મેળવ્યો

અમદાવાદ

૪૬ વર્ષની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા, નારાયણા ગ્રુપે ૧૧ જુલાઈ ૨૦૨૫ના રોજ અમદાવાદના નારાયણા કોચિંગ સેન્ટર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ (NSAT) 2025ની ર૦મી આવૃત્તિ સફળતાપૂર્વક લોન્ચ કરી. આ ઘટના એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની કારણ કે નારાયણા તેની અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી મહત્વાકાંક્ષી NSAT આવૃત્તિ સાથે પરત ફરે છે, જેમાં વિશેષ રીતે રૂપ૦ કરોડની શિષ્યવૃત્તિ તથા ₹૧ કરોડના રોકડ ઇનામ આપવામાં આવશે.

ગત 2 દાયકાઓથી ભારતભરમાં શૈક્ષણિક પ્રતિભાઓના સિંચન તથા માર્ગદર્શન બાદ NSAT 2025 યુવા વર્ગ માં શૈક્ષણિક તકો વધારવા માટે નારાયણાની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. શૈક્ષણિક સમુદાયના પ્રખ્યાત શિક્ષણવિદો, મીડિયા પ્રતિનિધિઓ, વાલીઓ, વિધાર્થીઓ અને નારાયણા ગ્રુપના અધિકારીઓ આ સીમાચિહ્નરૂપ ઘટનાના સાક્ષી બન્યા તથા આ લોન્ચ સમારોહને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો.

ડો. પી. પ્રમીલા, શ્યામ ભૂષણ (નેશનલ હેડ- કોચિંગ સેન્ટર) અને રાકેશ કુમાર યાદવ (વાઈસ પ્રેસિડેન્ટ તથા પ્રોડિજી હેડ) ની હાજરીએ આ સીમાચિહ્નરૂપ આવૃત્તિની મહત્તા પર ભાર મૂક્યો. આ કાર્યક્રમની ટેગલાઈન, “હાલો! સાથે મળીને, વિધાર્થીઓના ભવિષ્યને ઘડીએ!”, નારાયણાના શિક્ષણ પ્રત્યેના સહયોગી અભિગમને સંપૂર્ણ રીતે રજૂ કરે છે, જે વિદ્યાર્થીઓ, માતાપિતા, શિક્ષકો અને વ્યાપક સમુદાયને શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે એકસાથે લાવે છે.

લોન્ચ ઇવેન્ટ પર બોલતા, મુખ્ય અતિથિ ડૉ. પી. પ્રમીલાએ જણાવ્યું હતું કે, “NSAT વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ઓળખવા તથા તેને ઉછેરવા માટે એક શક્તિશાળી સાધન તરીકે કામ કરે છે. કરોડો રૂપિયાની શિષ્યવૃત્તિ થકી આ પરીક્ષા શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે નોંધપાત્ર પ્રેરણારૂપ તરી આવે છે. તેથી આ ચોક્કસપણે એક એવી પરીક્ષા છે જેમાં ઘણું પ્રોત્સાહન છે, વિદ્યાર્થી સમુદાયમાંથી ઘણા તેજસ્વી તારલાઓ ઉભરી આવે છે તથા મેળવેલ શિષ્યવૃત્તિ દ્વારા તેમના માતા પિતાને બાળકો ને ઉચ્ચકોટિનું શિક્ષણ અપાવવા માં ઘણી મદદ થાય છે, અને સિસ્ટમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ હોવા બદલ સંસ્થાને પણ ફાયદો થાય છે.”

આ પર સમાન લાગણીઓ વ્યક્ત કરતા, રાકેશ કુમાર યાદવ (વાઈસ પ્રેસિડેન્ટ અને પ્રોડિજી હેડ) એ જણાવ્યું કે “NSAT 2025 એક win-win situationનું પ્રતિનિધિત્વ કરે છે જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે, પરિવારોને આર્થિક રીતે ટેકો આપે છે, અને અમારી સંસ્થાને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખવા તથા અમારા શૈક્ષણિક અભ્યાસક્રમમાં શામેલ કરવા સક્ષમ બનાવે છે.”

નારાયણાના શૈક્ષણિક શ્રેષ્ઠતાના સાબિત થયેલા ટ્રેક રેકોર્ડ પર પ્રકાશ પાડતા, શ્યામ ભૂષણ (નેશનલ હેડ – કોચિંગ સેન્ટર) એ ઉમેર્યું, “પરિણામો અમારી શૈક્ષણિક કુશાગ્રતા ની સ્વ- ઘોષણા કરે છે. આ વર્ષના JEE એડવાન્સ્ડમાં, ટોચના 10 રેન્કર્સમાંથી પાંચ નારાયણાના વિદ્યાર્થીઓ છે, જેમણે 3, 4, 6, 7 અને 10 ક્રમ મેળવ્યો છે. વધુમાં, ટોચના 100 રેન્ક ધારકોમાંથી 43 અમારા વિદ્યાર્થીઓ છે. આ શિક્ષણ પ્રણાલીમાં સૌથી મજબૂત શૈક્ષણિક પાયો પૂરો પાડવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. NSAT શ્રેષ્ઠતાની આ સફરમાં મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, અને નારાયણાને જે અલગ તારે છે તે અમારી વિશિષ્ટ શૈક્ષણિક સહાય પ્રણાલી છે જે દરેક વિદ્યાર્થીની ક્ષમતાને પોષે છે.”

NSAT ની 20મી આવૃત્તિમાં ઘણી બધી ઉન્નત સુવિધાઓ રજૂ કરવામાં આવી છે જે નારાયણાની નવીનતા અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. વિદ્યાર્થીઓ હવે 5 અને 12 ઓક્ટોબર 2025 ના રોજ યોજાનારી ઑફલાઇન પરીક્ષા અથવા 19 અને 26 ઓક્ટોબર 2025 ના રોજ યોજાનારી ઓનલાઇન પરીક્ષામાંથી એક પસંદ કરી શકે છે. આ પરીક્ષા ફક્ત ₹150 ની સામાન્ય ફી સાથે તેની સુલભતા જાળવી રાખે છે તથા સુવ્યવસ્થિત 75- પ્રશ્નોના MCQ ફોર્મેટ દ્વારા અગાઉના અને વર્તમાન એમ બંને વર્ગના અભ્યાસક્રમને આવરી લેતો વ્યાપક અભ્યાસક્રમ દર્શાવે છે.

NSAT 2025 ને જે અલગ તારે છે તે તેનું રેકોર્ડબ્રેક પુરસ્કાર માળખું છે, જેમાં 50 કરોડની શિષ્યવૃત્તિ આપવામાં આવશે, જે NSAT ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ છે, તેમજ ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર વિધાર્થીઓ માટે ₹1 કરોડના રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે . આ તેને દેશમાં સૌથી વધુ ફળદાયી વિદ્યાર્થી યોગ્યતા પરીક્ષણોમાંનું એક બનાવે છે, જે દેશભરમાં ધોરણ 5 થી 10 ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ માન્યતા પ્લેટફોર્મ પૂરું પાડે છે.સ્થાપના સમયથી જ, NSAT સમગ્ર ભારતમાં શૈક્ષણિક પ્રતિભાને ઓળખવા અને તેને સંવર્ધન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. NSAT ની આ 20મી આવૃત્તિનું નિર્માણ આ સમૃદ્ધ વારસા પર જ આધારિત છે, જે સમકાલીન શૈક્ષણિક જરૂરિયાતોને અનુરૂપ આધુનિક મૂલ્યાંકન પદ્ધતિ રજૂ કરે છે. આ પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અને શૈક્ષણિક શ્રેષ્ઠતા જંખતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ પગથિયું તરીકે કામ કરે છે.

NSAT 2025 ફક્ત એક યોગ્યતા કસોટી કરતાં ઘણું બધું વિશેષ રજુ કરે છે; તે સમગ્ર ભારતમાં શિક્ષણ કેવી રીતે થાય છે તેમાં પરિવર્તન લાવવાના નારાયણાના વિઝનને પરીક્ષાર્થ સ્વરૂપ આપે છે. ખાસ પધ્ધતિ થી રચાયેલ વિશિષ્ઠ વિશ્વેષણ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર તેમની ક્ષમતા દર્શાવવાની તકો પૂરી પાડવા તથા તેમના શૈક્ષણિક મહત્વાકાંક્ષા, મૂલ્યાંકન અને ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. વિદ્યાર્થી મૂલ્યાંકન માટેનો આ વ્યાપક અભિગમ નારાયણાની સમજને પ્રતિબિંબિત કરે છે કે સાચી શૈક્ષણિક શ્રેષ્ઠતા પરંપરાગત પરીક્ષણ પદ્ધતિઓથી આગળ વધે છે.

લોન્ચ સમારોહને મળેલો જબરદસ્ત પ્રતિસાદ એ દર્શાવે છે કે શૈક્ષણિક સમુદાય યુવા પ્રતિભાઓને ઓળખવા અને તેમને ઉછેરવામાં NSAT ના મૂલ્યને માન્યતા આપે છે. ભારતની સૌથી મોટી શૈક્ષણિક યોગ્યતા કસોટી તરીકે, NSAT 2025 શૈક્ષણિક પરિદૃશ્યને આકાર આપવામાં અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મંચ પર તેમની ક્ષમતાઓ દર્શાવવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે.

NSAT 2025 માં ભાગ લેવા રસ ધરાવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ https://nsat.narayanagroup.com/ પર વેબસાઇટ ની મુલાકાત લઈને નોંધણી કરાવી શકે છે અને વિગતવાર માહિતી મેળવી શકે છે.

નારાયણા ગ્રુપ વિશે

46 વર્ષથી વધુ શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે, નારાયણા ગ્રુપ એશિયાની સૌથી મોટી અને સૌથી આદરણીય શૈક્ષણિક સંસ્થાઓમાંની એક તરીકે ઉભરી આવ્યું છે. 1979 માં ડૉ. પી. નારાયણા દ્વારા સ્થાપિત, આ ગ્રુપ સાત વિધાર્થીઓ ધરાવતા એક સામાન્ય કોચિંગ સેન્ટરથી વાર્ષિક 6,00,000 થી વધુ વિદ્યાર્થીઓને સેવા આપતા વ્યાપક શૈક્ષણિક ઇકોસિસ્ટમમાં વિકસ્યું છે. આ ગ્રુપ 50,000 થી વધુ અનુભવી શિક્ષકો અને સ્ટાફને રોજગારી આપે છે, જે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ બનવા અને તેમની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવામાં મદદ કરવા માટે રચાયેલ વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમો પ્રદાન કરે છે. નવીનતા અને શ્રેષ્ઠતા પ્રત્યે નારાયણાની પ્રતિબદ્ધતાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર સતત ઉત્કૃષ્ટ પરિણામો ઉત્પન્ન કર્યા છે.

વધુ જાણવા માટે, અમારી મુલાકાત લો: https://nsat.narayanagroup.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *