ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા ખાતે યોજાયેલી આ રેલીને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયા અને પેરા પાવરલિફ્ટિંગના અર્જુન એવોર્ડ વિજેતા રાજીન્દર રહેલુએ લીલી ઝંડી બતાવી હતી.
કેન્દ્રીય મંત્રી માંડવીયાએ જણાવ્યું કે, ‘સન્ડે ઓન સાયકલ’ દેશભરમાં એક ચળવળ બની ચૂકી છે. આજે દેશના 7000થી વધુ સ્થળોએ યુવાનોએ સાયકલ રેલી યોજીને ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો છે. તેમણે સાયક્લિંગને શ્રેષ્ઠ કસરત ગણાવી. તેમણે ઉમેર્યું કે, સાયક્લિંગ પ્રદૂષણ અને ટ્રાફિકનું સમાધાન છે
માંડવીયાએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, તેઓ છેલ્લા 13 વર્ષથી સાયક્લિંગ કરે છે. તેમણે ત્રણ વર્ષ સુધી સંસદમાં પણ સાયકલ પર જવાનું ચાલુ રાખ્યું હતું. હાલમાં પણ સમય મળે ત્યારે સાયક્લિંગ કરે છે.
મહાત્મા મંદિરથી શરૂ થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ. રેલી પહેલાં યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. મંત્રી માંડવીયાએ ગાંધીનગરમાં કોચિંગ કેમ્પમાં આવેલી ભારતીય યુથ વુમન હેન્ડબોલ ટીમ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો