ગીરસોમનાથના દરિયાકિનારે એક અજાણ્યું કન્ટેનર તણાઇને આવતા સ્થાનિક તંત્રમાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં આ કન્ટેનર તાઇવાન બનાવટના એક્વા પ્રેસર ટેન્ક હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે અને સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે.
ડિઝાસ્ટર મામલતદારે આપી જાણકરી
પ્રાથમિક અનુમાન અનુસાર, આ કન્ટેનર કોઈ શિપમાંથી દરિયામાં પડ્યા બાદ કાંઠે તણાઇને આવ્યું હોય તેવું લાગે છે.
ડિઝાસ્ટર મામલતદાર મમતા બારડે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
SOG, કસ્ટમ અને LCB દ્વારા તપાસ
ઘટનાની જાણ થતા જ SOG, કસ્ટમ અને LCB સહિતની એજન્સીઓ સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કન્ટેનર ક્યાંથી આવ્યું, કયા શીપમાંથી પડ્યું અને ક્યાં જઈ રહ્યું હતું તે અંગેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. આ કન્ટેનરમાં શું હતું અને તે કેટલા સમયથી દરિયામાં હતું તે અંગે પણ રહસ્ય ઘેરું બન્યું છે.