હરિભક્તો અને સંતોને લઈ જતી કાર કોઝવેમાં ડૂબી, 16 કલાક બાદ શાંત ચરીત સ્વામીનો મૃતદેહ મળ્યો

Spread the love

 

Botad News : બોટાદના કોઝવે પરથી સાંળગપુર જતા ગોધાવટા ગામ પાસે એક કાર પાણીમાં તણાઈ છે. કારમાં BAPSના સંત અને હરિભક્તો સવાર હતા. કારમાં સવાર સાત પૈકી 4 લોકોનો આબાદ બચાવ થયો હતો. તો અન્ય બે વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. જોકે, ભારે શોધખોળના 16 કલાક બાદ શાતચરિસ સ્વામીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા બળવાળા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા છે .

મહત્વનું છે કે, બોચાસણથી સાળંગપુર આવતા સમયે ગોધાવટા ગામ પાસે કોઝવે પરથી પસાર થતા સમયે કાર તણાઈ જવાની દુર્ઘટના બની. જેમાં કાર સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો. તો અન્ય બે લોકો કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાસિયાનું મોત નિપજ્યું છે. જેમના મૃતદેહ મળી આવ્યા. પરંતું કાર સવાર શાંત ચરીત સ્વામી મળ્યા ન હતા. આખરે સોમવારે સાંજે તેમનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધવટા ગામ નજીક કોઝવેમાં ગત રાત્રિના રોજ એક કાર તણાઈ જવાની ઘટના બની હતી. પાણીનો પ્રવાહ શરૂ હોય ત્યારે કાર ચાલકે કાર પસાર કરવાનો પ્રયાસ કરતા ચાલક સહિત 7 લોકો તણાયા હતા. કારમાં બી.એ.પી.એસ.ના સાધુ અને 9 વર્ષના બાળક સહિત હરિભક્તો સવાર હતા. જેમાં 4 લોકોનો આબાદ બચાવ જ્યારે બાળક સહિત 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જોકે, શાંતચરિત સ્વામી લાપતા હતા.

16 કલાક બાદ સ્વામીનો મૃતદેહ મળ્યો
રાણપુરના ગોધાવટા કોઝવેમાં કાર તણાવાની ઘટનામાં 16 કલાક બાદ સાળંગપુર BAPS મંદિરના શાંતિ ચરીત સ્વામીનો મૃતદેહ મળી આવ્યો છે. કારમાં સાત લોકો હતા જેમાથી ચારનો બચાવ થયો હતો. જ્યારે બેના મૃતદેહ મળીયા હતા અને સ્વામી લાપતા હતા. એનડીઆરએફની ટીમની મહામહેનતે ૧૬ કલાક બાદ સ્વામીનો મૃતદેહ સાંજે મળી આવ્યો. આમ, કાર તણાવાની દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.

પાણીના પ્રવાહમાં તણાયેલા સંતને શોધવા એન.ડી.આર.એફ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જે બે લોકોના મૃતદેહ મળી આવ્યા તેમાં પંડ્યા કૃષ્ણકાંત (ઉ.વ.60) તેમજ કાછીયા પ્રબુદ્ધ દિવ્યેશભાઈ (ઉ.વ 9 )નો સમાવેશ થાય છે.

બોચાસણથી સાળંગપુર જતા ગતરાત્રીના 11:30 આસપાસ આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા રાણપુર મામલતદાર, બરવાળા- રાણપુર પ્રાંત અધિકારી પહોંચ્યા હતા સ્થળ પર દોડી ગયા હતા. ઘટના સમયે સ્થાનિક લોકો તેમજ બોટાદ ફાયર અને રેસ્ક્યુની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *