
જાણીતા દિગ્ગ્જ દોડવીર ફૌજાસિંઘનું 114 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં સોમવારે નિધન થયુ છે. ફૌજાસિંહ 114 વર્ષની વયે પણ સક્રિય હતા તેઓ રસ્તા પર ટહેલી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહને તેને ટકકર મારી દીધી હતી. પંજાબનાં રાજયપાલ અને ચંદીગઢનાં પ્રશાસક ગુલાબચંદ કટારિયાએ દોડવીર ફૌજાસિંહના નિધન પર ઉંડુ દુ:ખ વ્યંકત કરતા જણાવ્યું હતું કે હું મહાન એથ્લેટ અને દ્રઢતાનાં પ્રતિક સરદાર ફૌજાસિંહના નિધનથી દુ:ખી છું. તેમણે 114 વર્ષની વયમાં બેજોડ ઉત્સાહ સાથે ‘નશામુકત રંગલા પંજાબ’ માર્ચમાં મારી સાથે ભાગ લીધો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમનો વારસો પંજાબને નશામુકત બનાવવાની પ્રેરણા આપતો રહેશે. પંજાબના પૂર્વ રાજય માહિતી કમિશ્નર ખુશવંતસિંહે ફૌજાસિંહની જીવનકથા ‘ધી ટર્બન્ડ ટોર્નેડો’ લખી છે. તેમણે એકસ પર લખ્યુ મારો ટર્બન્ડ ટોર્નેડો હવે નથી રહ્યો અકસ્માતમાં ઘવાયેલા ફૌજાસિંહને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ ગંભીર ઘવાયેલા હોવાથી મૃત્યુ થયુ હતું.