ગુજરાતના બિલ્ડર્સ ટેન્શનમાં, ૮૯ ટકા ઘર વેચાયા વગરના પડી રહ્યા છે
મકાનો દુકાનોમાં ભારેખમ મંદીનો તોખાર, પરિવાર કરતાં મકાનોની સંખ્યા વધુ,
અનેક બિલ્ડરો મંદીની ઝપેટનું વાવાઝોડું રીયલ એસ્ટેટમાં ત્રાટક્યું,
ગુજરાતના દરેક શહેરોમાં અબજો રૂપિયાનો માલ પડી રહ્યો છે, કુટુંબ પરિવારની સંખ્યા નો જે પરિવાર હોય તેના કરતાં મકાનોની સંખ્યા વધી,
દરેક સ્કીમો તથા બિલ્ડરને ત્યાં ઇક્રવાયરી કરો અને નંબર આપો તો તમારી પૂંછડાની જેમ પાછળ પડી જાય, માલ કેમ વેચાય તેના ટેન્શનમાં ફોન કરી કરીને અટેન્શન થઈ જાય
કરોડો રૂપિયાની દુકાન ખરીદો પણ આખા દિવસમાં બોણીના થાય, તો શું કરવાની? દુકાન-મકાન ખરીધા, હવે તો સમજો હલવાઈ ગયા,
ગાંધીનગર
ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા ઘણા સમયથી મંદીમાં ચાલી રહ્યું છે અને ૨૦૨૪-૨૫માં પણ તે કોવિડ પહેલાના લેવલ સુધી પહોંચી શક્યું નથી. તેમાં પણ રેસિડેન્શિયલ માર્કેટની હાલત સૌથી વધારે ખરાબ છે અને બિલ્ડર્સને ફલેટ વેચવામાં આંખે અંધારા આવી રહ્યા છે, જેને લીધે ૮૯ ટકા ઈન્વેન્ટરી વેચાયા વગરની પડી રહી છે, અને પ્રોજેક્ટ પૂર્ણ થવાનો દર વાર્ષિક ધોરણે બે ટકા ઘટી ગયો છે. ગુજરાત રેરાએ રિપોર્ટ જાહેર કર્યો છે અને આ લેટેસ્ટ રિપોર્ટમાં રિયલ્ટી માર્કેટનું ભયાનક ચિત્ર સામે આવ્યું છે. ૨૦૧૭-૧૮માં જ્યાં ૧૯૮૧ પ્રોજેક્ટ્સની તુલનામાં આ વખતે ફક્ત ૩૬ પ્રોજેક્ટ જ પૂર્ણ થયા છે. ગુજરાતમાં પ્રોજેક્ટ પૂરા થવાનો રેટ તેની ટોચ પરથી તળીયા પર આવી ગયો છે. ૨૦૧૭-૧૮માં પ્રોજેક્ટ પૂરો થવાનો રેટ ૯૦ ટકા હતો જે ૨૦૧૮-૧૯માં ઘટીને ૮૨ ટકા પર પહોંચી ગયો હતો, અને ૨૦૧૯-૨૦માં તે ઘટીને ૮૦ ટકા પર આવી ગયો હતો. આ રેટ સતત ઘટતો રહ્યો છે અને ૨૦૨૦-૨૧માં આ રેટ ઘટીને ૭૪ અને ૨૦૨૧-૨૨માં ૫૯ ટકા પર આવી ગયો હતો. પરંતુ ૨૦૨૨-૨૩માં તેમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને તે ૨૭ ટકા પર આવી ગયો હતો, અને ૨૦૨૩-૨૪માં તે ૧૦ ટકા પર પહોંચી ગયો છે. હાલ જે વસ્તી અને પરિવાર છે, તેમાં પરિવાર કરતાં મકાનોની સંખ્યા વધી ગઈ છે, મકાનો ખરીદનારા જે જમીનો વેચીને શહેરમાં એન્ટ્રી મેળવી તે લોકો છે, બાકી મકાન ખરીદવાની શક્તિ નથી, અને પગાર ચટણી થઈ જાય છે, એક લાખનો પગારદાર ધારકને શ્રી બીએચકે ખરીદવાના ફાંફા


