અલાસ્કામાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ:સુનામીનું એલર્ટ પાછું ખેંચાયું; એક અઠવાડિયામાં 400 ભૂકંપ નોંધાયા

Spread the love

 

ગુરુવારે સવારે લગભગ 2 વાગ્યે (ભારતીય સમય મુજબ) અમેરિકાના અલાસ્કા રાજ્યમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 7.3 હતી. આ પછી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જોકે થોડા કલાકો પછી એને પાછી ખેંચી લેવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ અલાસ્કાના પોપોફ ટાપુ પર સેન્ડ પોઇન્ટ નજીક આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 36 કિલોમીટર નીચે હતું. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. અલાસ્કા ભૂકંપ એજન્સી અનુસાર એક અઠવાડિયામાં અહીં લગભગ 400 ભૂકંપ નોંધાયા હતા. સૌથી મોટો ભૂકંપ 16 જુલાઈના રોજ અટકા નજીક 5.1 ની તીવ્રતાનો હતો. મિશિગન ટેકનોલોજીકલ યુનિવર્સિટી અનુસાર, 7.0થી 7.9ની તીવ્રતાનો ભૂકંપ નુકસાન પહોંચાડી શકે છે. અલાસ્કામાં દર વર્ષે લગભગ 10-15 આવા ભૂકંપ નોંધાય છે. ભૂકંપ પછી, સુનામી ચેતવણી પ્રણાલીએ અલાસ્કાના કેટલાક દરિયાકાંઠાના ભાગો માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોના અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અને સલામતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે.
અમેરિકી જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું છે કે સેન્ડ પોઈન્ટના દક્ષિણમાં આવેલો આ ભૂકંપ પ્રશાંત અને ઉત્તર અમેરિકી પ્લેટોની વચ્ચે સબડક્શન ઝોન પરહ અથવા તેની પાસે થ્રસ્ટ ફોલ્ટિંગના કારણે થયો છે. અલાસ્કા પેસિફિક રિંગ ઓફ ફાયરનો ભાગ છે, જે વારંવાર ભૂકંપ અને સક્રિય જ્વાળામુખી માટે જાણીતો પ્રદેશ છે. માર્ચ 1964માં અલાસ્કામાં 9.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે ઉત્તર અમેરિકામાં અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. ભૂકંપથી એન્કોરેજ શહેર તબાહ થઈ ગયું. ત્યારબાદ સુનામી આવી, જેણે અલાસ્કાના અખાત, યુએસ પશ્ચિમ કિનારા અને હવાઈને તબાહ કરી દીધા. ન્યૂયોર્ક શહેરમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ, મેટ્રો સ્ટેશનો અને ગેસ સ્ટેશનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે જનજીવન પર ખરાબ અસર પડી છે. મેનહટનમાં મેટ્રો સેવાઓ બંધ કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં 7 ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *