કેન્દ્ર સરકારની આયુષમાન ભારત યોજના અંતર્ગત ભારતની સૌથી મોટી આરોગ્યલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના સફળતાપૂર્વક ૧ વર્ષ પૂર્ણ થતા આજરોજ ગાંધીનગર સિવિલ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને આયુષમાન ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના સમારોહમાં નીતિન પટેલના હસ્તે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોને નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં તથા વિવિધ સંસ્થાઓનું સન્માન સાથે સિવિલ હોસ્પટલ અમદાવાદ ખાતેના ટ્રોમા સેન્ટરના થિયેટરનું ઈ તક્તીનું લોકાર્પણ, ૧૦૪ હેલ્પલાઈન અને તે અંતર્ગત સ્યુસાઈડ પ્રિવેન્શનની હેલ્પલાઈન અને લોગોનું અનાવરણ, સ્યુસાઈડ પ્રિવેન્શન ગેલ્થલાઈન પુસ્તકનું વિચોચમ, માય ટેકોનું લોકાર્પણ લક્ષ્ય કાર્યક્રમ હેઠલ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પી.કે. જનરલ હોસ્પટલ રાજકોટ તેમજ બારડોલી હોસ્પટલને એવોર્ડ આપાવમાં આવ્યો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન પણ કરવામાં આવ્યું હતું. જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ઓડિટોરીયમ ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ડેપ્યુટી મુખ્યમંત્રી ઉપરાંત અતિથિ વિશેષ તરીકે આરોગ્ય મંત્રી કિશોર કાનાણી, ગાંધીનગર ધારાસભ્ય શંભુજી ઠાકોર, ધારાસભ્ય સીજે ચાવડા સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આરોગ્ય સેવા સાથે જાડાયેલા તબીબો, મહાનુભાવો હાજર રહ્યા હતાં.