ભારતના બંધારણમાં પોલીસ અધિકારીને વગર વોરંટે કે મેજિસ્ટ્રેટના હુકમ વગર ક્યાં ક્યાં વ્યક્તિની ક્યાં સંજોગોમાં ધરપકડ કરવી તેની જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં પોલીસ અધિકારીની હાજરીમાં જે કોઈ પણ વ્યક્તિ નોંધપાત્ર ગુનો કરે કે, જેની વિરુધ્ધ વ્યાજબી ફરિયાદ દાખલ કરવામાં આવી હોય અવા સાખ યુક્ત માહિતી પ્રાપ્ત કરવામાં આવી હોય અવા વ્યાજબી શંકા અસ્તિત્વમાં હોય કે તેમણે ૭ વર્ષ કરતા ઓછી કેદનો ગુનો કર્યો હોય અવા જેને ૭ વર્ષ સુધી લંબાવી શકાય તેમ હોય દંડની સો અવા દંડ વિના કેટલીક શરતો સંતોષી ધરપકડ કરી શકાય. જેમ કે, પોલીસ અધિકારીને આવી ફરિયાદના આધાર પર એવું માનવા માટે કારણ છે કે, તેમજ માહિતી અવા શંકાના આધાર પર એવું માનવા માટે કારણ છે કે આવી વ્યક્તિએ તેવો ગુનો કર્યો છે, પોલીસ અધિકારીને સંતોષ થાય કે આવી ધરપકડ જરૂરી છે, આવો કોઈ વધુ ગુનો કરતા આવી વ્યક્તિને અટકાવવા અવા ગુનાની યોગ્ય તપાસ માટે અવા આવી વ્યક્તિને કોઈપણ રીતે પુરાવા અદ્રશ્ય થાય કે તેમાં ચેડા કરવા માટે આવે તે માટે અટકાવવા માટે, આવી વ્યક્તિને જે વ્યક્તિ કેસની હકીકતી માહિતગાર હોય તેમને ધમકી, વચન કે, લાલચ આપતા અટકાવવા જેથી તેમને આવી હકીકતો અદાલત કે પોલીસ અધિકારીને છતી કરતા વિમુક કરવામાં આવે અવા જો આવી વ્યક્તિની ધરપકડ કરવામાં ન આવે તો જ્યારે પણ અદાલતમાં તેની હાજરીની જરૂર હોય ત્યારે તે માટે ખાતરી મેળવવા તેમ ન હોય અને પોલીસ અધિકારીએ તેમની ધરપકડ કરતી વખતે લેખીતમાં કારણો નોંધવા પડશે.
જે વ્યક્તિ વિરુધ્ધ શાખ પાત્ર માહિતી મેળવવામાં આવી છે કે, તેણે ૭ વર્ષ કરતા વધારે સજા ઈ શકે અને તે પણ દંડ સાથે કે તે વિના અવા મૃત્યુ દંડની સજા થઈ શકે તેવી કેદ સો શિક્ષાપાત્ર ગુનાની નોંધ લઈ શકાય તેવો ગુનો કર્યો છે અને પોલીસ અધિકારીને માહિતી આધારે એવું માનવાને કારણ હોય કે આવી વ્યક્તિએ આવો ગુનો કર્યો છે. રાજ્ય સરકારના હુકમ હેઠળ જે દોષીત હોય તેવી વ્યક્તિ અવા ચોરીનો માલ હોવાની વ્યાજબી શક આવે તેવી કોઈ વસ્તુ જેના કબજેમાં હોય અને તે વસ્તુના સંબંધમાં જેણે કોઈ ગુનો કર્યાનો વ્યાજબી શક હોય તે વ્યક્તિ, કોઈ પોલીસ અધિકારીને પોતાની ફરજ બજાવવામાં અડચણરૂપ કરનાર, કાયદેસરની કસ્ટડીમાંથી નાશી છુટનાર અવા નાશી છુટવાની કોશીષ કરનાર વ્યક્તિ, સંઘના સશ દળોમાંથી નાશી આવેલ હોવાનો જેના પર વ્યાજબી શક હોય તે વ્યક્તિ, જે કૃત્ય ભારતમાં કરવામાં આવ્યું હોય તો ગુના તરીકે શિક્ષાને પાત્ર થાય તેવા ભારત બહાર કરેલા કૃત્યમાં સંકળાયેલ હોય અવા તે રીતે સંકળાયેલ હોવાની જેની સામે વ્યાજબી ફરિયાદ કરવામાં આવી હોય અવા વિશ્વાસપાત્ર માહિતી મળી હોય અવા જેની ઉપર તેઓ વ્યાજબી શક હોય અને એવા કૃત્ય માટે પ્રત્યાર્પણ સંબંધી કોઈ કાયદા હેઠળ અવા બીજી રીતે ભારતમાં પકડવાને અવા કસ્ટડીમાં રાખવાને પાત્ર હોય તે વ્યક્તિ. કોઈ વ્યક્તિને પકડવા માટે બીજા પોલીસ અધિકારી તરફી લેખીત કે મૌખીક માંગણી મળી હોય અને તે માંગણીમાં જેની ધરપકડ કરવાની હોય તે વ્યક્તિ અને જે ગુનો અવા બીજા કારણ માટે તેની ધરપકડ કરવાની હોય તે દર્શાવેલ હોય અને માંગણી કરનાર અધિકારી તે વ્યક્તિને વગર વોરંટ કાયદેસર રીતે પકડી શકે તેમ છે તેવું તેના ઉપર જણાતુ હોય તો તે વ્યક્તિની ધરપકડ કરી શકે છે.