
અમદાવાદની વિમાની દુર્ઘટનામાં પ્રથમ તબકકાના રીપોર્ટમાં બોઈંગ ડ્રીમલાઈનર 787 વિમાનની ફયુલ સ્વીચ એ રહસ્યનું કેન્દ્ર બની ગઈ છે અને ફલાઈટના ટેકઓફના થોડી સેકન્ડોમાં જ આ ફયુલ સ્વીચ કેમ કામ કરતી બંધ થઈ ગઈ તે અંગે રીપોર્ટ હજુ સુધી કોઈ પ્રશ્નનો જવાબ આપી શકયું નથી.
જયારે 15 પાનાના આ રીપોર્ટમાં કોકપીટ વોઈસ રેકોર્ડરના આધારે વિમાનનું સંચાલક કરી રહેલા પાઈલોટ અને કો-પાઈલોટ વચ્ચેના સંવાદની એક લીટી આપવામાં આવી છે.
જેમાં વિમાનનો કમાન્ડ સંભાળી રહેલા કો-પાઈલોટ પૂછે છે કે ફયુલ સ્વીચ તમે કેમ બંધ કરી જેના જવાબમાં મુખ્ય પાઈલોટ મે કટઓફ કર્યુ નથી તેવું જણાવતા હોવાનું કહેવામાં આવે છે પરંતુ અમેરીકી અખબાર ‘વોલ સ્ટ્રીટ જર્નલ’એ ધડાકો કર્યો છે કે જે નવી માહિતીઓ બહાર આવી છે.
તેથી સમગ્ર તપાસ હવે સીનીયર પાઈલોટ એટલે કે જે વિમાનના કમાન્ડીંગ પાઈલોટ છે તેની પર કેન્દ્રીત થઈ છે. આ અમેરીકી અખબારના જણાવ્યા મુજબ વિમાનની ફયુલ સ્વીચ મુખ્ય પાઈલોટ અથવા કેપ્ટને જ કટઓફ કરી હતી.
આ માટે વોઈસ રેકોર્ડર અને બ્લેક બોકસના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું. તા.12 જુનની આ ઘટનામાં વિમાનનું સંચાલન સીનીયર પાઈલોટ કેપ્ટન સુમીત સભરવાલ કરી રહ્યા હતા જેની પાસે 8600 કલાકનો ફલાઈંગ અનુભવ હતો જયારે વિમાનનું સંચાલન કો-પાઈલોટ અથવા તો ફર્સ્ટ ઓફીસર કલાઈવ કુંદર કરી રહ્યા હતા.
જેની પાસે પણ 3400 કલાકનો ફલાઈંગ અનુભવ હતો અને બન્ને પાઈલોટોએ બોઈંગ 787 પણ અનેક વખત ઉડાડયા હતા. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના રીપોર્ટ મુજબ વિમાન એ ટેકઓફ કર્યા પછી બન્ને પાઈલોટ વચ્ચે કન્ફયુઝનની સ્થિતિ જોવા મળી હતી પરંતુ સીનીયર પાઈલોટ ફયુલ સ્વીચ કટઓફ કરે તે પ્રશ્ન છે કારણ કે તેઓ પણ તેનું પરિણામ જાણતા હતા.
તેથી શું ઈરાદા પૂર્વક અકસ્માત કરાયો તે પ્રશ્ન પણ સર્જાઈ છે જોકે અગાઉ જ ભારત અને આંતરરાષ્ટ્રીય પાઈલોટ એસો.એ આ પ્રકારના બ્લેમ ગેઈમ સામે મોટો વિરોધ નોંધાવ્યો છે અને રીપોર્ટમાં પણ હજુ સુધી પાઈલોટ અંગે કોઈ સંકેત અપાયો નથી.