નશાબંધી નાયબ નિયામકે સરકારને રૂ.1000 કરોડનો ચૂનો ચોપડ્યો:બનાસકાંઠા ભાજપના આગેવાનનો આક્ષેપ- નશાબંધી નાયબ નિયામકે બ.કાં. બોર્ડરથી મોલાસીસના 20 હજાર ટેન્કરો પસાર કરાવ્યા

Spread the love

 

ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામકે બનાસકાંઠા જિલ્લામાંથી ખોટા દસ્તાવેજો બનાવી મોલાસીસના 20,000 ટેન્કરો ગેરકાયદે પસાર કરાવી સરકારને રૂ.1000 કરોડનો ચૂનો ચોપડ્યો હોવાના આક્ષેપ થયા હતા.
જ્યાં બનાસકાંઠા ભાજપના આગેવાને ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ યોજી આ માહિતી આપી હતી. તેમણે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને ગૃહ વિભાગને રજૂઆત કરી સીટ બનાવી આ મુદ્દે તપાસની માંગ કરી હવાનું તેમજ આર. ટી.આઇ થકી માહિતી માંગી હોવાનું પણ જણાવ્યું હતુ.
બનાસકાંઠા ભાજપના આગેવાન મહેશભાઇ કે.દવેએ ગુવારે પાલનપુર ખાતે પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈએ ખોટા દસ્તાવેજો બનાવી, પરવાનગી ન હોવા છતાં એનઓસી આપી, ટેન્કર સાથે એકના એક પોલીસ કર્મીને દર્શાવી બનાસકાંઠાની બોર્ડર પરથી મોલાસીસના 20,000 ટેન્કરો ગેરકાયદેસર રીતે પસાર કરાવી સરકારને 1000 કરોડનો ચૂનો ચોપડ્યો છે.
આ અંગે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને રજૂઆત કરી છે. જેમાં હાઇકોર્ટના જજ, સિનિયર IAS અધિકારી અને ACBના IPS અધિકારીની સીટ બનાવી તપાસ થાય તેવી માંગ કરી છે. ઓપરેશન ગંગાજળ અંતર્ગત આ સમગ્ર કથિત ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવો જરૂરી છે. આ અંગેની આરટીઆઇ કરી છે જેમાં ડાયરેકટર દ્વારા ગોળગોળ જવાબો અપાયા છે.
જૂનાગઢમાં આવેલી વાઈન શોપમાંથી માલદેભાઇ નાગાભાઇ કડછા મૃત્યુ પામ્યા હોવા છતાં બે અધિકારીઓએ તેમના લીકરના પરમીટ ઉપરબ 19 વખત વિદેશી દારૂનો જથ્થો ખરીદયો છે. આ મુદ્દે વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પણ કેતન દેસાઇ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *