અમદાવાદ
20મી જુલાઈના ઐતિહાસિક દિવસે, ચંદ્ર પર પ્રથમ માનવ કદમને યાદ કરતા, તન્મય’ઝ અમેઝિંગ સ્પેસ સ્ટુડિયોએ વિશ્વના પ્રથમ એસ્ટ્રો-નોટાફિલી મ્યુઝિયમનું ગર્વથી ઉદ્ઘાટન કર્યું – જે વિશ્વભરના અવકાશ-થીમ આધારિત ચલણી નોટો અને સિક્કાઓનો એક અનોખો સંગ્રહ છે.આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ શ્રી પ્રેરક શાહ દ્વારા મુખ્ય અતિથિ તરીકે કરવામાં આવ્યું હતું.
તન્મય’ઝ અમેઝિંગ સ્પેસના સ્થાપક તન્મય વ્યાસ, 1984 થી આવા સંગ્રહનું કાર્ય કરી રહ્યા છે.
આ અનોખું સંગ્રહાલય દર્શાવે છે કે ખગોળશાસ્ત્રે વૈશ્વિક ચલણને કેવી રીતે પ્રભાવિત કર્યું છે – ચંદ્ર મિશનના સિક્કાઓથી લઈને અવકાશયાત્રાની થીમ આધારિત નોટો સુધી દરેક સંગ્રહ કરેલ સિક્કા અને નોટનો હેતુ તમામ વય જૂથોને શિક્ષિત કરવાનો અને પ્રેરણા આપવાનો છે.
આ પ્રદર્શન હવે તન્મય’ઝ અમેઝિંગ સ્પેસ સ્ટુડિયો, ભાડજ સર્કલ, અમદાવાદ ખાતે જાહેર જનતા અને શાળાના વિદ્યાર્થીઓના જૂથની મુલાકાતો માટે ખુલ્લું છે.


