India: સરકારે આપી વોર્નીંગ, તમારા મોબાઈલ ફોનમાંથી આ એપ તાત્કાલિક ડિલીટ કરો, નહીં તો છેતરપિંડીનો ભોગ બનશો

Spread the love

 

સરકારે સ્માર્ટ ફોનના યુઝર્સને સાઈબર ક્રિમિનલ્સથી બચાવવા માટે ફોન માંથી ઘણી એવી એપ્સને દુર કરવાનું સૂચન કર્યું છે. આ એપ્સના કારણે તેમારા પર્સનલ ડેટાનો દૂરઉપયોગ થઈ શકે છે અને તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. સરકાર યુઝર્સને અવારનવાર આવા સાઈબર ક્રાઈમથી બચવા માટેના સૂચનો કરે છે. સાઈબર અપરાધિઓ અલગઅલગ પેતરાઓ કરીને યુઝર્સને તેમની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરીને ઠગવાના મનસૂબાને સફળ બનાવે છે.

સાઈબર ક્રાઈમના દરેક કિસ્સાઓમાં યુઝર્સની અણસમજ જોવા મળે છે. યુઝર્સ લાલચના કારણે ઘણીવાર પોતાના ફોન તથા પોતાના ડિવાઈસનું એક્સેસ સાઈબર અપરાધિઓના હાથમાં સોપી દેતા હોય છે જેનો તેઓ ફાયદો પણ ઉઠાવે છે. સાઈબર ક્રાઈમની અધિકારીક વેબસાઈટ પર લોકોને વારંવાર થઈ રહેલા સાઈબર ક્રાઈમથી બચવાની સલાહ આપવામાં આવે છે. સાથે સાથે યુઝર્સને સાવધાની પણ રાખવાનું કહેવામાં આવે છે. સરકારે યુઝર્સને ઘણી એવી વેબસાઈટોને પોતાના ફોનમાંથી ડિલીટ કરવાનું સૂચન કર્યું છે, સાથે સાથે તે એપ્સને પોતાના ફોનનમાં ક્યારેય પણ ડાઉનલોડ ન કરવાનું કહ્યું છે.

આ એપ્સ ડાઉનલોડ ન કરો

Cyber Crime ના રિપોર્ડ કરનાર વેબસાઈટે યુઝર્સને પોતાના સ્માર્ટ ફોનમાં સ્ક્રીન શેર કરવાનું કહેનાર એપ્સને ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે. સાથે સાથે યૂઝર્સને તે એપ્સને ડિલીટ કરવાનું પણ કહ્યું છે. સરકારનો આ નિર્ણય એવા યૂઝર્સ માટે આવ્યો છે જે જાણે અજાણે આ એપ્સને ડાઉનલોડ કરે છે. આ એપ્સના કારણે તમારા ફોનનું એક્સેસ સાઈબર અપરાધિઓના હાથમાં આવી જાય છે. કોઈ પણ એપ્સને ફોનમાં ઈનસ્ટોલ કરતા સમયે તમારી પાસે ઘણી એવી જરૂરી પરમિશન માગવામાં આવે છે. ઘણા યુઝર્સ તેના ઉપર ધ્યાન આપતા નથી અને પરમિશન આપી દે છે. આવી રીતે સાઈબર ક્રિમિનલ્સ તમારા ફોને સરળતાથી મોનિટર કરી શકે છે. સ્ક્રીન શેયરિંગ એપ્સ તમારા ડિવાઈસની સ્ક્રીનની પ્રતિક્રિયા સાઈબર ક્રિમિનલ્સ સુધી પહોંચાડે છે. સાઈબર અપરાધી તમારા ડિવાઈસમાં આવનાર OTP કે બીજા જરૂરી મેસેજને સ્ક્રીન શેયરીંગ એપ્સની મદદથી તેને જોઈ શકે છે અને તમારા અકાઉન્ટાના પૈસા નિકાળી શકે છે. તેવામાં આ એપ્સને ડાઉનલોડ કરશો નહી તથા તેનો ઉપયોગ પણ કરશો નહી.

સાવધાની રાખો

સાઈબર ક્રાઈમ પોર્ટલ પર સરકાર દ્વારા એક બીજી પણ સલાહ આપવામાં આવી છે. જેમાં યુઝર્સને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા સમયે પોતાની પ્રાઈવેસીનું ધ્યાન રાખવાનું કહ્યું છે. ફોનના સોશિયલ મીડિયા એપ્સમાં આવેલ પ્રાઈવેસી સેટિંગ્સને સુધારવાથી જ તમારી પર્સન જાણકારીઓ જાહેર થશે નહી અને તમે સાઈબર અપરાધિઓના નિશાના બનવાથી બચી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *