બિલ્ડર પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટીમાં સાણંદ પોલીસે રેડ કરી : રિસોર્ટમાં 13 યુવક-26 યુવતીએ દારૂ પીધો હતો

Spread the love

 

અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે(20 જુલાઈ) મોડીરાત્રે હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી ચાલી રહી હતી, જેના પર સાણંદ પોલીસે રેડ કરી હતી. રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવક અને 26 યુવતી મળી કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં હતાં. તમામને મોડીરાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. એ બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતાં. સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે બિલ્ડર પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટી નિમિત્તે આ હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી યોજાઈ હતી.
રિસોર્ટમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે 100 લોકો હાજર હતા. શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે 100માંથી 13 યુવક અને 26 યુવતી દારૂ પીધેલી હાલત હતાં. કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં હતાં. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટી નિમિત્તે દારૂ પાર્ટી યોજાઈ હતી.
પોલીસની 4 બસ અને ગાડીમાં તમામને બેસાડીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. મોટી સંખ્યામાં દારૂ પીધેલા લોકો ઝડપાયાં હોવાથી મોડીરાતથી સવાર સુધી પોલીસની કાર્યવાહી ચાલી હતી. યુવક-યુવતીઓ પણ મોટી સંખ્યામાં ઝડપાયાં હોવાથી લોકોના પરિવાર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
DySP નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 20 જુલાઈની રાત્રે પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં સાણંદ પોલીસ સ્ટેશનની સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ તથા 2 પંચને સાથે રાખી રેડ કરવામા આવી હતી. પોલીસ રેડમાં બર્થડે પાર્ટીના આયોજક અમદાવાદમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતીક સાંઘી હોવાનું સામે આવ્યું હતું. રેડ દરમિયાન હાજર મહિલા-પુરુષોની બ્રેથ એનેલાયઝરથી તપાસ કરતાં 13 પુરુષ અને 26 મહિલા શંકાસ્પદ પીધેલ હાલતમાં મળ્યાં હતાં. જેમને વધુ તપાસણી માટે મેડિકલ બ્લડ સેમ્પલની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે કુલ 5 સીલબંધ દારૂની બોટલ મળતાં કબજે કરી સમગ્ર બનાવ બાબતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
આ દારૂ પાર્ટી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા બિઝનેસમેન પ્રતિક સાંઘીએ આયોજન કરી હતી.પ્રતિક સાંઘીનો જન્મદિવસ હોવાથી તેમને પાર્ટીનું આયોજન કર્યું હતું.પ્રતિક સાંઘી રિયલ એસ્ટેટ અને ફ્રોઝન ફૂડની કંપની ચલાવે છે.આ દારૂ પાર્ટીમાં પ્રતિક સાંઘીના પત્ની પણ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે રિસોર્ટમાં પ્રતિક સાંઘીએ પાર્ટીનું આયોજન કર્યું હતું.પ્રતિક સાંઘીનો જન્મદિવસ હોવાથી તેમને મિત્રોને આમંત્રણ આપીને બોલાવ્યા હતા.દારૂની પાર્ટીનું આયોજન પણ પ્રતિકે જ કર્યું હતું.પ્રતિક સાંઘી રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે.સાથે સાથે તેઓ હિન્દુસ્તાન એગ્રો અને ટ્યુબર ફૂડ નામની કંપનીમાં ભાગીદાર છે.હિન્દુસ્તાન એગ્રો કંપનીમાં બરોબરીની ભાગીદારી છે.
ટ્યુબર ફૂડ નામની કંપની એ ફૂડની મોટી કંપની છે. આ કંપની કલોલ ખાતે આવેલી છે. આ કંપની ફ્રોઝન ફૂડ બનાવે છે.પ્રતિક આ કંપનીમાં પણ ભાગીદાર છે.આ ઉપરાંત રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે.પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે ગ્લેડ વન રિસોર્ટમાં પોલીસે રેડ કરી હતી જેમાં 39 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં 26 મહિલાઓ પણ સામેલ છે. 50થી વધુ સ્ટાફની ટીમ સાથે રેડ કરવામાં આવી હતી.દારૂ અને હુક્કાની્ પાર્ટી હતી જેમાંથી 20 ખાલી બોટલ મળેલી છે.હુક્કાની FSL તપાસ ચાલુ છે. મિત નામના શખ્સ દ્વારા દારૂ મોકલવામાં આવ્યો હતો.પ્રતિક સાંઘીનો જન્મદિવસ હતો જેથી પાર્ટીનું આયોજન કર્યું હતું. ક્લબ સ્ટાફ સંડોવાયેલો હશે તો ક્લબ વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે. તમામ વીક એન્ડ વિલા અને રિસોર્ટની તપાસ ચાલુ કરવામાં આવી છે.

 

 

દારૂ પાર્ટીમાં પકડાયેલા આરોપીના નામ

પ્રતિકભાઇ સુબકરણ જાતે.સાંઘી ઉ.વ.38 રહે.એ/81, મેફેર એપાર્ટમેન્ટ, શીવરંજની ચાર રસ્તા પાસે, અમદાવાદ
રૂષભભાઇ વિમલભાઇ દુગલ ઉ.વ.38 રહે.એ/401, રીવેરા ઇલાઇટ, સ્કાઇ સીટી, શેલા,અમદાવાદ
રીતેષભાઇ રાજનભાઇ વજીરાની ઉ.વ.38 રહે.ઇ/402,અસાવરી ટાવર, રામદેવનગર, સેટેલાઇટ, અમદાવાદ
વિરાજભાઇ યજ્ઞેનભાઇ વિઠલાણી ઉ.વ.36 રહે.601, કાંચનઝંઘા, ક્રિકેટ બંગ્લાની સામે, જામનગર
નિનાદભાઇ કમલેશભાઇ પરીખ ઉ.વ.43 રહે.53, પાર્થના વિહાર સોસાયટી, આંબાવાડી, અમદાવાદ
અતિતભાઇ સુરેશભાઇ બજાજ ઉ.વ.41 રહે.03, સુમંતીકુંજ, અટીરા સામે, વસ્ત્રાપુર, અમદાવાદ
રાજભાઇ બાલકૃષ્ણભાઇ અગ્રવાલ ઉ.વ.37 રહે.06, નવનીત પાર્ક, કેતલ પેટ્રોલ પંપ સામે, આંબાવાડી, અમદાવાદ
નિખીલભાઇ સુરેન્દ્રભાઇ બજાજ ઉ.વ.38 રહે.સી/01, ન્યુ લાઇટ કોલોની, ટોક રોડ, જયપુર, રાજસ્થાન
દુષ્યંતભાઇ કિશોરભાઇ ગોસ્વામી ઉ.વ.36 રહે.સર્મપલ બંગ્લા નબર-02, જજ બંગ્લો રોડ, બોડકદેવ, અમદાવાદ
વરૂણભાઇ મનોજભાઇ જૈન ઉ.વ.36 રહે.બી/404, આશાવરી ટાવર, વાઇટ એગંલની પાછળ, ઇસ્કોન, અમદાવાદ
અમિતભાઇ શીવભાઇ જોગીયા ઉ.વ.36 રહે.બી/10, ઇસ્ટેબોની સીંઘુભવન ફલેટ, અમદાવાદ
પ્રિયમભાઇ બીમલભાઇ પરીખ ઉ.વ.37 રહે.09, હેરીટેજ રેસીડેન્સી, થલતેજ, અમદાવાદ
સજલભાઇ સંજીવકુમાર અગ્રવાલ ઉ.વ.35 રહે.01, હીરકુંજ બંગ્લોઝ, પ્રહલાદનગર સર્કલ, હોનેસ્ટ હોટલની સામે, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *