
અમદાવાદ ભદ્ર ખાતે આવેલ CBI કેસોની ખાસ કોર્ટે આજે રેલવેની ભરતી પરીક્ષાના પેપર લીક કેસમાં 8 આરોપીઓને ગુનો સાબિત થતાં 5 વર્ષની સાદી કેદ તથા દરેક આરોપીને 5 લાખ રૂપિયા વ્યક્તિગત દંડ અને એમ કુલ 40 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. તેઓ વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર, ચોરી, ચોરી કરેલ માલમત્તાને બેદરકારીથી રાખવો, પુરાવાનો નાશ કરવો, સમાન ઉદ્દેશ્યથી ગુનો કરવો તથા સરકારી અધિકારી હોવા છત્તા ગુન્હાખોરી જેવી કલમો અંતર્ગત ફરિયાદ નોધાઇ હતી.
આરોપીઓના નામ અને જે તે સમયનો હોદોઃ આ 8 આરોપીઓ નીચે મુજબ છે :1. સુનિલ ગોલાની – તે સમયે હેડ ક્લાર્ક, ET, DRM ઓફિસ, પશ્ચિમ રેલવે, વડોદરા2. મહેન્દ્ર વ્યાસ – તે સમયે સિનિયર સાયફર ઑપરેટર, ડિવિઝનલ ઓફિસ, વડોદરા3. રાજેશકુમાર ગોસ્વામી – તે સમયે ઇલેક્ટ્રિક સિગ્નલ મેન્ટેનર-III, કંજારી-બોરિયાવી, પશ્ચિમ રેલવે, આણંદ.4. આનંદ મેરૈયા – તે સમયે ઇલેક્ટ્રિક સિગ્નલ મેન્ટેનર-III, બાજવા, વડોદરા.5. પ્રકાશ કરમચંદાની – તે સમયે સિનિયર ક્લાર્ક (ED), ડિવિઝનલ ઓફિસ, વડોદરા6. મહેબૂબ અલી અંસારી – તે સમયે સહાયક ડીઝલ ડ્રાઈવર, કાંકરિયા, પશ્ચિમ રેલવે, અમદાવાદ7. પરેશકુમાર પટેલ – તે સમયે ડીઝલ સહાયક ડ્રાઈવર, કાંકરિયા, પશ્ચિમ રેલવે, અમદાવાદ8. પપ્પુ બબ્બા ખાન – કોન્સ્ટેબલ, રેલવે પ્રોટેકશન ફોર્સ, અજમેર
CBI એ આ કેસ 17 ઓગસ્ટ, 2002 ના રોજ પશ્ચિમ રેલવે, અમદાવાદના તત્કાલીન ચીફ વિજિલન્સ ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે ગુન્હો નોંધ્યો હતો. જેમાં આરોપ હતો કે રાજેશ ગોસ્વામી અને અન્ય રેલવે કર્મચારીઓ તથા ખાનગી વ્યક્તિઓએ 18 ઓગસ્ટ, 2002 ના રોજ યોજાનારી પ્રોબેશનરી સહાયક સ્ટેશન માસ્ટરની લેખિત પરીક્ષાનું પેપર લીક કર્યું હતું અને ઉમેદવારો પાસેથી 50 હજાર રૂપિયાથી લઈને 01 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલવામાં આવી હતી. CBIએ તપાસ પછી 28 જુલાઈ ,2003 ના રોજ ઉપર જણાવેલા 8 આરોપી તેમજ એક ખાનગી વ્યક્તિ જેઓનું ટ્રાયલ દરમિયાન અવસાન થયું હતું. આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલ પછી, કોર્ટે ઉપરોક્ત આરોપીઓને દોષિત ઠેરવ્યા અને આકરી સજા ફટકારી હતી.