
અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા ટાવર પરથી અમિતભાઈ નામના એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી રહી છે. સાઉથ બોપલમાં આવેલા મેરીગોલ્ડ ફ્લેટના 14માં માળેથી એક વ્યક્તિએ કૂદકો માર્યો હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે બોપલ પોલીસને જાણ થતાં બોપલ પોલીસની ટીમ બનાવના સ્થળે પહોંચી છે અને પ્રાથમિક તપાસ કરી રહી છે. સાઉથ બોપલમાં આવેલા જાણીતા એપાર્ટમેન્ટ એવા મેરીગોલ્ડ ફલેટના 14માં માળેથી આજે 22 જુલાઈના રોજ સવારે અમિતભાઈ નામના એક વ્યક્તિએ કૂદકો માર્યો હતો. નીચે પડવાનો અવાજ આવતા ફ્લેટના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. આ મામલે બોપલ પોલીસને પણ જાણ કરવામાં આવતા બોપલ પોલીસે આ સમગ્ર મામલે આની પાછળ કયા કારણ છે તે જાણવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે. સમગ્ર મામલે પોલીસની ટીમ હાલ એપાર્ટમેન્ટમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરી રહી છે. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી ગોહિલે જણાવ્યું હતું કે આ અંગેની જાણ અમને થઈ છે અમારી ટીમ હાલ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આની પાછળનું સ્પષ્ટ કારણ જાણવા મળશે કે કયા કારણસર અમિતભાઈએ 14માં માળેથી કૂદકો માર્યો હતો.
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા મેરીગોલ્ડ ફ્લેટના 14માં માળેથી અમિતભાઈ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી છે. અમિતભાઈએ પડતું મુક્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, નીચે પટકાતાની સાથે જ અમિતભાઈનું મોત થઈ જાય છે. આ સમગ્ર મામલે બોપલ પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ બોપલ પોલીસે અમિતભાઈના આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં નરોડામાં યુવકે બીજા માળેથી કૂદીના આપઘાત કર્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. સાઉથ બોપલમાં આવેલા જાણીતા એપાર્ટમેન્ટ એવા મેરીગોલ્ડ ફલેટના 14માં માળેથી આજે (22 જુલાઈ) સવારે અમિતભાઈ નામના એક વ્યક્તિએ કૂદકો માર્યો હતો. નીચે પડવાનો અવાજ આવતા ફ્લેટના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. આ મામલે બોપલ પોલીસને પણ જાણ કરવામાં આવતા બોપલ પોલીસે આ સમગ્ર મામલે આની પાછળ કયા કારણ છે તે જાણવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે. સમગ્ર મામલે પોલીસની ટીમે એપાર્ટમેન્ટમાં સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી છે. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી ગોહિલે જણાવ્યું હતું કે આ અંગેની જાણ અમને થઈ છે. અમારી ટીમ હાલ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આની પાછળનું સ્પષ્ટ કારણ જાણવા મળશે કે કયા કારણસર અમિતભાઈએ 14માં માળેથી કૂદકો માર્યો હતો.
અમદાવાદના નરોડા વિસ્તારમાં 20 જુલાઈની રાત્રે એક યુવકે આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી હતી. નરોડાની શેલ્બી હોસ્પિટસની સામેના બિલ્ડિંગના બીજા માળેથી યુવકે પડતું મૂક્યું હતું. આ ઘટનાને લઈને રોડ પરથી પસાર થતા તેમજ સ્થાનિક લોકો ત્યાં ઉમટી પડ્યા હતા. યુવકનો આપઘાત કરતો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે, યુવક થોડીવાર આમ તેમ ફરે છે અને પછી બુમ પાડીને નીચે કૂદી પડે છે. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધીને આપઘાત કરનાર યુવકની ઓળખ અને કારણ જાણવા તપાસ હાથ ધરી છે.