કેન્દ્રીય ગૃહમંત્રીની કડક સૂચના બાદ પ્રભારી મંત્રીએ હોદ્દેદારો, તંત્ર સાથે બેઠક બાદ ઝડપી વિકાસ કાર્યો માટે ખાસ એક્શન પ્લાન gj 18 નો તૈયાર કરવા પાવરફુલ હોંકારો

Spread the love

 

 

 

 

 

કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ ગાંધીનગર સાંસદ શ્રી અમિતભાઈ શાહની સુચનાથી પ્રભારી મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર શહેરના રોડ-રસ્તા તેમજ ડ્રેનેજના કામો બાબતે તાકીદની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

ગાંધીનગર સાંસદ શ્રી અમિતભાઈ શાહે આ કામો અંગેની ગંભીર નોંધ લઈને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓને પરિણામલક્ષી કાર્યવાહી કરવા તાકીદ કરી

નગરજનોને રોડ-રસ્તા તેમજ ડ્રેનેજ લાઈન સંદર્ભે કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય તે માટે ખાસ એક્શન પ્લાન બનાવવા ઉચ્ચ અધિકારીશ્રીઓને મંત્રીશ્રીએ કડક સૂચનાઓ આપી
…..

 

 

 

 

ગાંધીનગર

ગાંધીનગર શહેરમાં રોડ-રસ્તા તેમજ ડ્રેનેજના કામો ચાલી રહ્યા છે તે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી તેમજ ગાંધીનગર સાંસદ શ્રી અમિતભાઈ શાહે ગંભીર નોંધ લઈને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓને પરિણામલક્ષી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. શ્રી અમિતભાઈ શાહે આપેલી સુચનાના ભાગરૂપે ગૃહ રાજ્ય મંત્રીશ્રી તેમજ ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે સચિવાલય ખાતે તાકીદની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તા તેમજ ડ્રેનેજના કામોની બારીક માહિતી મેળવી હતી. જેમાં શહેરના ખ-માર્ગ પર ચાલી રહેલી ડ્રેનેજ લાઇનનું કામ, નવી નંખાયેલી ડ્રેનેજ લાઇનનું જોડાણ કાર્ય, જુના સેક્ટરોમાં તૂટેલા રોડ રસ્તાઓ અને નગરજનોને થઈ રહેલી મુશ્કેલીઓ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી આ બાબતે તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને પરિણામલક્ષી કાર્યવાહી કરાવવા પ્રભારી મંત્રી શ્રી હર્ષ સંઘવીને સૂચન કર્યું હતું. જે અનુસંધાને આ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક તાકીદે બોલાવાઈ હતી. આ બેઠકમાં ગાંધીનગર શહેર વિસ્તારમાં વસતા નગરજનોને રોડ રસ્તા તેમજ ડ્રેનેજ લાઈન સંદર્ભે કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય તે માટે એક્શન પ્લાન બનાવવા ઉચ્ચ અધિકારીશ્રીઓને મંત્રીશ્રીએ કડક સૂચનાઓ આપી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર સહિતના પદાધિકારીશ્રીઓ અને પ્રજાના પ્રતિનિધિશ્રીઓ દ્વારા નગરજનોના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેનું ત્વરિત નિરાકરણ લાવવા માટે શક્ય તેટલા કડક પગલાં સાથેની જરૂરી કાર્યવાહી કરવા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી છે.

આ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ધીરજ પારેખ, પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ શ્રી શાહમીના હુસેન, શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી એમ.થન્નારસન, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી પી.આર.પટેલિયા તેમજ ગાંધીનગર જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને ગાંધીનગર જિલ્લા તથા મહાનગર પાલિકાના સંબંધિત શાખાના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.
….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *