સિદ્ધાર્થ મુખર્જી અને તેમની પત્ની સુનિતાની અમેરિકાના ઉત્તર ટેક્સાસમાં 33 કરોડ રૂપિયાના ગોટાળાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ દંપતી પર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણનું વચન આપીને લોકો પાસેથી 4 મિલિયન ડોલર લેવાનો આરોપ છે. પીડિતોનું કહેવું છે કે તેમને ઊંચા વળતરની લાલચ આપવામાં આવી હતી.
કરોડો રૂપિયાના ગોટાળાના આરોપસર અમેરિકાના ઉત્તર ટેક્સાસમાં એક હાઇ-પ્રોફાઇલ ભારતીય દંપતીની ધરપકડ કરવામાં આવી છે.
સિદ્ધાર્થ મુખર્જી અને તેમની પત્ની સુનિતાએ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણનું વચન આપીને 100 થી વધુ લોકોને ઓછામાં ઓછા 4 મિલિયન ડોલર (લગભગ 33 કરોડ રૂપિયા) આપવા માટે રાજી કર્યા હોવાનો આરોપ છે.
ઘણા લોકોએ મુખર્જી દંપતીની યોજનામાં રોકાણ કર્યું અને તેઓ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવા લાગ્યા. ફરિયાદીઓનું કહેવું છે કે દંપતીએ ગ્લેમરસ જીવન જીવ્યું, ચેરિટી ઇવેન્ટ્સનું આયોજન કર્યું અને લોકોનો વિશ્વાસ જીતવા માટે પોતાને સફળ ઉદ્યોગપતિ તરીકે દર્શાવ્યા. જોકે આ બધું માત્ર એક ઢોંગ હતું.
‘છેતરપિંડીનો કોઈ અંદાજ ન હતો’
પીડિતોનો દાવો છે કે તેમને ઊંચા વળતરની લાલચ આપવામાં આવી હતી અને રિયલ એસ્ટેટ ડીલમાં રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. ચેક બાઉન્સ થવા લાગ્યા ત્યારે શંકા ઉભી થઈ. એક પીડિત, શેશુ મદભુશીએ દુ:ખ વ્યક્ત કર્યું કે પૂછપરછ કરતી વખતે તેણે વધુ સાવધ રહેવું જોઈતું હતું પરંતુ ક્યારેય છેતરપિંડીનો ખ્યાલ ન આવ્યો. છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય એક પીડિત ટેરી પરવાગાએ કહ્યું. “તેઓ તમને વિશ્વાસમાં લેશે કે તેઓ ખૂબ જ સફળ ઉદ્યોગપતિ છે. પરંતુ તેઓ તમારી પાસેથી દરેક પૈસો લેશે,”
મામલો આ રીતે આવ્યો પ્રકાશમાં
શરૂઆતમાં ઘણા પોલીસ વિભાગોએ ફરિયાદોને નાગરિક વિવાદો તરીકે ફગાવી દીધી. જો કે યુલેસ પોલીસ ડિટેક્ટીવ બ્રાયન બ્રેનન 2024 માં એક દંપતીના સંપર્કમાં આવ્યા અને કથિત યોજનામાં $325,000 ગુમાવ્યાનો દાવો કર્યા પછી કેસ સંભાળી લીધો.
ઘણા રોકાણકારોએ મુખર્જી દંપતી પર કથિત રીતે નફાકારક પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે ડલ્લાસ હાઉસિંગ ઓથોરિટી તરફથી નકલી રિમોડેલિંગ કોન્ટ્રાક્ટ અને ઇન્વોઇસ જારી કરવાનો આરોપ મૂક્યો. જો કે જ્યારે ડિટેક્ટીવ બ્રેનન DHAનો સંપર્ક કર્યો, ત્યારે તેમને ખબર પડી કે આવા કોઈ પ્રોજેક્ટ અસ્તિત્વમાં નથી.
રાજનીતિ /‘સુતી હતી ત્યારે મારી સાથે… મોટા નેતાની પત્નીએ મોં ખોલતાં દુનિયામાં હડકંપ, કુકર્મી જાણીતો ચહેરો
સોગંદનામા મુજબ મુખર્જી દંપતીએ રોકાણકારોને છેતરવા માટે નકલી દસ્તાવેજો, રસીદો અને ઇમેઇલ પત્રવ્યવહાર જેવા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે.
તપાસકર્તાઓ માને છે કે આ છેતરપિંડી ફક્ત એક સોદા સુધી મર્યાદિત નહોતી. જ્યારે એફબીઆઇની તેમા એન્ટ્રી થઇ. એવો અંદાજ છે કે પીડિતોને $4 મિલિયનથી વધુનું નુકસાન થયું છે. હાલમાં મુખર્જી દંપતીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમને યુએસ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.