તા. ૨૩/૦૭/૨૦૨૫, ગાંધીનગર
ગાંધીનગર શહેર અને આસપાસના કેટલાક ગામડાંઓમાં તા. ૨૫/૦૭/૨૦૨૫ થી તા. ૨૬/૦૭/૨૦૨૫ (બે દિવસ) પાણી પુરવઠામાં વિક્ષેપ રહેશે અથવા ઓછો ફોર્સથી પાણી આવશે. પાણી પુરવઠાના માળખાકીય સુધારા અને જોડાણના મહત્વના કાર્યો માટે આ નિર્ણય ૨૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ (GWSSB) અને ગાંધીનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. અગાઉ આ શટડાઉન તા. ૨૪/૦૭/૨૦૨૫ થી તા. ૨૫/૦૭/૨૦૨૫ માટે નક્કી કરાયું હતું, પરંતુ તાંત્રિક કારણોસર ગુજરાત પાણી પુરવઠા બોર્ડ (GWSSB) ના તા. ૨૩/૦૭/૨૦૨૫ ના પત્ર મુજબ તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે.